SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ કે એકથી માંડીને સેાની સંખ્યા સુધીની ગણુના આમાં આપવામાં આવી છે. જ્યાં એકની ગણુના આપવામાં આવી છે, ત્યાં એકની સાથે એક લાખ, એક પક્ષ કે એક સાગર એ બધાને પણુ, તે સૌમાં એકની સંખ્યા સામાન્ય હોવાથી ગણી લેવામાં આવ્યાં છે. આ જ પ્રમાણે આગળ દ્વિવિધ વગેરેમાં પણુ છે. એટલે શતસ્થાનના અર્થ માત્ર શતસા લેવાના નથી પણુ શતના ગુણાકાર થઈ ને જે સંખ્યા આવે તે પણ તેમાં આવી જાય છે. પરિણામે એક સાગરોપમ કાડાકેાડી અર્થાત્ ૧૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦ (=એક કરોડ×એક કરોડ) સંખ્યા પણુ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. એકથી માંડીને સે। સુધીની સ ંખ્યા તા ક્રમશઃ આપવામાં આવી ઇં પણુ સા પછી ૫૦૦ સુધીની સંખ્યા ૫૦-૫૦ ઉમેરીને છે. એટલે કે ૧૦૦ પછી ૧૦૧ નહિ પણ ૧૫૦-૨૦૦-૨૫૦ ઇત્યાદિ · ક્રમે કરી ૫૦૦ સુધી છે. ત્યાર પછી ૧૦૦નો વધારો છે એટલે કે ૫૦૦, ૬૦૦, ૭૦૦ આદિ. તેમ ૧૧૦૦ સુધી ચાલે છે. પછી ૨૦૦૦ આપવામાં આવ્યા છે. ત્યાર પછી હજાર-હજારની વૃદ્ધિ કરી ૩૦૦૦, ४००० આદિથી કરીને દશ હજાર સુધી ક્રમે છે. દશ હજાર (૧૦૦૦૦) પછી એક લાખ (૧૦૦૦૦૦), એ લાખ, ૩ લાખ, ચાર લાખ, પાંચ લાખ એમ ક્રમે ૯ લાખ સુધી ગણુતરી છે. નવ લાખ પછી અચાનક નવ હજાર ( કાંઈક અધિક સહિત ) આવે છે, જે અસ્થાને છે. ટીકાકારને પણુ આમાં સૂત્રની વિચિત્ર તિ અથવા લેખકદોષ જણાયા છે. પછી દશ લાખ, એક કરોડ અને એક કેાકેાડી છે. અહીં સંખ્યાબદ્ધ સૂત્રોની સમાપ્તિ છે. ખરી રીતે સમવાયાંગ ગ્રન્થ ત્યાં જ સમાપ્ત થવા જોઈ તેા હતા. પણ તેમાં ત્યાર પછી દ્વાદશાંગના પરિચય આપવામાં આવ્યા છે. જે નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયા હોવા જોઈ એ. ખાર અંગના પરિચય પછી જીવ અને અજીવનું વ્યવસ્થિત નિરૂપણુ પ્રજ્ઞાપનાના વિવિધ પદોને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy