________________
२७
!
આવશ્યકનિયુક્તિમાં આવતી કેટલીક ગાથાઓ સ્થાનાંગમાં પણ
જોવા મળે છે (પૃ૦ ૭૫૫ આદિ ). પરંતુ તે ગાથાઓ આવશ્યકનિયુક્તિમાંથી આમાં લેવામાં આવી છે એમ માનવાને બદલે એમ માનવું વધારે સગત છે કે અન્યત્ર પ્રસિદ્ધ તેવી ગાથાઓને સગ્રહ આવશ્યકનિયુક્તિ અને સ્થાનાંગ બન્નેમાં થયા છે. આવશ્યકનિયુક્તિની અધી ગાથા આચાર્ય ભદ્રમાહુએ જ રચી હોય એવા સંભવ આ છે. પ્રાચીન પરંપરામાંથી ઘણી ગાથાએ તેમણે એમ ને એમ લઈને પેાતાની નિયુક્તિમાં સંગૃહીત કરી દીધી હોય એવા સ ંભવ વધારે છે. અને એથી જ મૂલાચાર અને આવશ્યકનિયુક્તિમાં ઘણી ગાથાઓમાં સામ્ય આપણે જોઈ શકીએ છીએ.
સ્થાનોંગમાં પ્રતિપાદિત એકેક વિષયનું મૂલ સ્થાન શોધવું આવશ્યક છે; એટલું જ નહિ પણ અન્ય આગમામાં પણ કયાં કયાં તે તે વિષયેા આવે છે તેની શેાધ પણ કરવી આવશ્યક છે. અન્ય આગમામાં આવતા સરખા વિષયેાની સૂચના સહજભાવે શક્ય હતી તે મે ટિપ્પણામાં આપી છે, પણ તે અધૂરી જ છે. આને માટે આચાય શ્રી આત્મારામજીના તત્ત્વાર્થ-જૈનાગમ-સમન્વયની શૈલીથી સ્થાનાંગ સમવાયાંગ-નાગમ-સમન્વય જેવા એક સ્વતંત્ર ગ્રન્થની આવશ્યકતા છે જ. અને તે કા` ઉક્ત આચાર્યશ્રી બહુ સુંદર રીતે પાર પાડી શકે તેમ છે. એ ઉપરાંત જૈનેતર ગ્રંથામાં પશુ તે તે વિષયની શેાધ કરવી આવશ્યક છે. મે' બૌદ્ધ મૂળ ત્રિપિટકમાં આવતા કેટલાક સમાન વિષચેાની સૂચના ટિપ્પણામાં આપી છે; પણ તે પશુ અધૂરી જ છે. તેને પણુ પૂરી કરવામાં બૌદ્ધ અ‰થાની તુલના કરવી આવશ્યક છે; અને વૈદિકવાઙમયની તુલના પણુ જરૂરી છે. આ મહાકાય જો થાય, તે જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરામાં સાંસ્કૃતિક ઐકય કેટલા મોટા પ્રમાણમાં છે, તે આપણી સામે હુ જ સુંદર રીતે ઉપસ્થિત થાય એમ છે.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org