________________
૩. જીવપરિણામે
૨૫૦ ૧. માસિક ઉદ્દઘાતિક;
[ લઘમાસની તપસ્યા તે માસિકઉદ્ઘાતિક કહેવાય છે. ઉદ્દાત એટલે ભાગપાત– અર્થાત્ ઓછું કરવું. જે માસિક તપસ્યારૂપ પ્રાયશ્ચિત્તમાંથી અમુક અંશ એ છે કરવામાં આવે તે માસિક ઉધ્રાતિક કહેવાય છે. પ્રાયશ્ચિત્ત તે એક માસનું કહેવાય, પણ તપસ્યા ત્રીસ દિવસની નહિં પણ ર૭ા દિવસની કરવાથી એક માસનું પ્રાયશ્ચિત્ત માની લેવામાં આવે છે; તેથી તે લઘુમાસ કહેવાય છે.] ૨. માસિક અનુદુઘાતિક;
[જે માસિક તપસ્યામાંથી ભાગપાત કરવામાં ન આવે તે માસિક અનુદ્દઘાતિક અથવા ગુરુમાસ કહેવાય છે.] ૩. ચાતુર્માસિક ઉદ્ઘાતિક; ૪. ચાતુર્માસિક અનુદ્ધાતિક; ૫. આપણા.
[કેઈપણ દેષ થયે હોય અને તેની આલોચના ગુરુ પાસે કરે, ત્યારે ગુરુ તે દેષને અનુકૂલ પ્રાયશ્ચિત્ત આપે છે. પણ જે દેષ થાય છતાં આલોચના ન કરે, તે દોષને અનુકૂલ પ્રાયશ્ચિત્ત તે મળે જ તદુપરાંત તેણે તે છૂપાવ્યું તે માટે બીજા માયારૂપ દેષનું પણ મળે. આ આરોપણું કહેવાય છે.]
આપણાના પાંચ પ્રકાર છે– " ૧. પ્રસ્થાપિતા
[ ઉપર જણાવેલ આરોપણ થયા પછી ગુરુમાસાદિ પ્રાયશ્ચિત્તરૂપ જે તપસ્યા શરૂ કરાય તે;]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org