________________
૩. પરિણામે
२४७
Üયપૂર્વક લાગી જાય તા થવાસભવ ખરા - આ મધું દુ:ખવિપાકમાં વર્ણવવામાં આવ્યું છે.
'
ત્યાર પછી સુખવિપાકમાં, શીલવંત, સંયમી, ગુણવાન, તપસ્વી સાધુને અનુકપાભાવથી તથા હંમેશાં મનની પ્રસન્નતાથી શુભ ભાવનાવાળા થઈને જેઓ શુદ્ધ નિર્દોષ આહાર આપે છે, તે ભાવશુદ્ધિ કરી કેવી રીતે ધમપ્રાપ્તિ કરે છે અને કેવી રીતે —જેમાં અનેક નકાદિભવ અને દુઃખ, ભય, વિષાદ, શેક અને મિથ્યાત્વના ડુંગરા છે, જેમાં અધેય અજ્ઞાનાંધકા૩૫ કીચડ હોવાથી પાર થવાના રસ્તા મળવા મુશ્કેલ છે, જેમાં જરા, મરણુ અને જન્મની ક્ષુબ્ધ ભમરીઓ છે, સાળ કષાયરૂપી હિંસક પ્રાણીએ હાવાથી જે ભયંકર છે એવા — અનાદિ-અનંત સસારને ટૂંકા કરે છે, અને કેવી રીતે તે દેવાયુ બાંધે છે અને દેવના કામભોગો ભોગવી યથાકાલે શ્રુત થઈ કેવી રીતે આ નરલાકમાં આવી સુકુલમાં ઉત્પન્ન થાય છે, અને આયુષ્યમાન્, દીઘ શરીરવાળા, રૂપવાન, યાવત્ આરોગ્ય અને બુદ્ધિવાળા થાય છે અને તેમને મત્રા મળે છે, સ્વજન મળે છે, ચાવત્ બધી પ્રકારની સમૃદ્ધિ મળે છે, અને તેમને વિવિધ પ્રકારના કામભોગથી કેવું સુખ મળે છે તેનું વર્ણન છે.
આવી રીતે અનાદિકાળથી ચાલી આવતી પર પરાથી આંધેલાં શુભ અને અશુભ અને કર્મના વિપાકા કેવી રીતે સુખ અને દુઃખ આપે છે, તે વિપાકશ્રુતમાં બતાવવામાં આવ્યું છે. આ બધુ એટલા માટે મતાવવામાં આવ્યું છે કે, જીવા તે વિચારી સંવેગવાળા થાય. આ સિવાય પણ બીજી ઘણું તેમાં કહેવામાં આવ્યું છે.
વિપાકશ્રુતની સંખ્યાત વાચના છે, સખ્યાત અનુયે ગદ્વાર છે, યાવત્ સખ્યાત સગ્રહણીએ છે. આ સૂત્ર અગામાં
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org