________________
૩. જીવપરિણામે
૨૪૫ ઉદેશન-૧ અને સમુદેશન- કાલ છે. સંખ્યાત હજાર પદે છે. યાવત્ જિનપ્રજ્ઞમ ભાવાનું વર્ણન છે.
સિમ ૧૪૫] - ૧૧ વિપાકશુતમાં શું છે?
સારાં અને માઠાં કમના વિપાક તેમાં કહેવામાં આવ્યા છે. આ શ્રુતને બે ભાગમાં વહેચી નાખવામાં આવ્યું છે. એક સુખવિપાક અને બીજું દુઃખવિપાક. દશ દુખવિપાક અને દશ સુખવિપાક છે.
દુઃખવિપાકમાં જેમને દુઃખ જોગવવું પડે છે, તેમના નગર યાત્ માતાપિતાનું વર્ણન છે. તથા સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, ગૌતમનું નગરમાં જવું, અને સંસારની દુખપરંપરા–આ વિષે કહેવામાં આવ્યું છે.
સુખવિપાકમાં જેને સુખ ભોગવવું પડે છે તેમના નગરાદિનું વર્ણન છે. તથા સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, આ લોક અને પરલોકની અદ્ધિએ, લેગનો પરિત્યાગ, દીક્ષા, કૃતાભ્યાસ, તપપધાન, દીક્ષા પર્યાય, પ્રતિમા,
૧. “આ અંગનાં દશ જ અધ્યયને છે. તેથી ઉશનકાલ દશ જ સંભવે; પણ સંભવ છે કે બીજી કોઈ વાચના પ્રમાણે ૪૫ અધ્યેયને હાય”— એમ ટીકાકાર જણાવે છે. વળી અત્યારે મળી આવતા પ્રશ્નવ્યાકરણમાં અહીં ગણાવેલ વિષયનું નામનિશાન પણ નથી, એ વિષે ટીકાકાર અહીં મૌન સેવે છે. પણ જ્યારે તે પ્રશ્નવ્યાકરણની ટીકા લખે છે ત્યારે જણાવે છે કે પૂર્વ કાળમાં આ બધી વિદ્યાઓ આ શાસ્ત્રમાં હતી, પણ અત્યારે તો આમાં માત્ર પાંચ આસવ અને પાંચ સંવરનું જ વર્ણન છે.
૨. આ માળાના “પાપ, પુણ્ય અને સંચમ” ગ્રંથમાં એને છાયાનુવાદ આવે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org