________________
સ્થાનાંગસમવાયગઃ ૨
૧૦.
પ્રશ્નવ્યાકરણમાં શું છે? પ્રશ્નવ્યાકરણમાં એક આઠ પ્રશ્નો છે, ૧૦૮ અપ્રશ્નો છે, અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો છે. વિદ્યાતિશયેનું વર્ણન છે. સાધકેના નાગ અને સુપણું સાથે દિવ્ય સંવાદનું વર્ણન છે.
પ્રશ્નવ્યાકરણમાં– આદશ, અંગુષ્ઠ, બાહુ, અસિ, મણિ વસ્ત્ર અને આદિત્ય વિષયક પ્રશ્નોના વિવિધ મહાપ્રશ્નવિદ્યા, મનઃપ્રશ્નવિદ્યા, અને દેવતા જેમાં કામ કરી આપે છે તેવી વિવિધ વિદ્યાઓના પ્રશ્નોના લોકોને વિરમય પમાડે તેવા મહાપ્રભાવિક પ્રશ્નોના, જે પ્રશ્નો સાંભળી લોકોને બહુ પૂર્વ કાળે કોઈ ઉત્તમ દમી તીર્થકર થયા હશે તેવી પાકી શ્રદ્ધા થાય તેવા પ્રશ્નોના, સમજવા કઠણ પડે તેવા પ્રશ્નોના, જે સવસવજ્ઞસમત હોય તેવા પ્રશ્નોના, અબુધજન પણ જેમાં વિશ્વાસ કરવા લાગી જાય તેવા પ્રત્યક્ષમાં વિશ્વાસ ઉપજાવે તેવા પ્રશ્નોના–સ્વસમય અને પરસમયનું નિરૂપણ કરવામાં કુશલ પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અથવાળી ભાષામાં આપેલા અને મહાવીર ભગવાને વિવિધ રીતે વિસ્તારથી જગતનું હિત સધાય તે રીતે આપેલા – જવાની પ્રરૂપણા કરવામાં આવી છે.
પ્રશ્નવ્યાકરણમાં સંખ્યાત વાચના છે, સંપ્રખ્યાત અનુયોગદ્વાર છે; ચાવત્ સંખ્યાત સંગ્રહ છે. બાર અંગોમાં પ્રશ્નવ્યાકરણ એ દશમું અંગ છે. તેને એક પ્રતસ્કધ છે. ૪૫
૧. અંગુષ્ઠ, બાહુપ્રશાદિ મંત્રવિદ્યાઓના બળે પૂછેલા પ્રશ્નોના જવાબ દઈ દેવા તે પ્રશ્ન પૂછવામાં ન આવે છતાં જે વિદ્યાથી માત્ર મંત્રના જાપથી શુભાશુભ ફળ બતાવી આપે, તે અપ્રશ્ન; અને જેમાં બંને હોય તે પ્રશ્ના.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org