________________
૩. જીવપરિણામે
૨૪૩ અને વિવિધ ગુણના ભંડાર એવા તીર્થંકરના શિષ્યનું, અણગારમહષિઓનું, વિશિષ્ટ જ્ઞાનીઓનું, તથા તેમના ગુણનું વિસ્તૃત વર્ણન છે.
વળી ભગવાનનું શાસન કેવી રીતે જીવને હિતકારી છે, દેવાસુરમનુષ્યોની દ્ધિ કેટલી છે, તીથકરની પાસે લેકે કેવી રીતે આવે છે, તેમની સેવા કેવી રીતે કરે છે, તીર્થકર કેવી રીતે દેવ અને મનુષ્યને ધર્મોપદેશ કરે છે, તેમને ઉપદેશ સાંભળી બધા કામગાને છોડીને લોકે કેવી રીતે સયમ, તપ અને બીજો આચાર સ્વીકારે છે; અને ઘણા વર્ષની પ્રવજયા પાળીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરીને, જિનવચનમાં દઢ શ્રદ્ધાવાળા થઈને, હૃદયથી જિનવચનની અનુમોદના કરીને, જેને જેટલા ઉપવાસ પ્રાપ્ત થાય તે કરીને, લોકો કેવી રીતે ધ્યાનવાળા થઈ સમાધિમરણે મરી અનુત્તરમાં ઉત્પન્ન થાય છે, અને અનુત્તરમાં અનુપમ દેવસુખ જોગવી યથાકાલે ત્યાંથી ચ્યવી યાવત્ સંયમ પાળી કેવી રીતે મોક્ષે જાય છે તે બધું અને તે સિવાય બીજું ઘણું અનુત્તરપપાતિકમાં કહેવામાં આવ્યું છે.
અનુપાતિકની સંખ્યાત વાચના છે, સખ્યાત અનુયાગદ્વાર છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, તે નવમું અગ છે, તેને શ્રુતસ્કંધ એક છે, દશ અધ્યયન છે, ત્રણ વગ છે, ઉદેશન અને સમુદેશનના કાલ દશ છે. સંખ્યાત હજાર પદે છે, યાવત્ જિનપ્રજ્ઞસ ભાવોને તેમાં પ્રરૂપવામાં આવ્યા છે.
-સમ૦ ૧૪છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org