________________
૨૪૨
સ્થાનાં સમવાયાંગ: ૨ અંગ છે. તેને શ્રુતસ્કંધ એક છે, અધ્યયન દશ છે. વગ સાત છે. દશ ઉદેશન- અને સમુદેશન- કાલ છે. સંખ્યાત હજાર પદ . યાવત્ તેમાં જિનપ્રજ્ઞ ભાવોને કહેવામાં આવ્યા છે.
[-સમર ૧૪૩)
અનુત્તરપપાતિકદશામાં શું છે? અનુત્તરપપાતિકદશામાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર સાધુઓના નગર, ઉદ્યાન, ચિત્ય યાવત્ માતા-પિતાનું વર્ણન છે. તેવા સાધુ સંબંધી સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, આ લોક અને પરલોકની ત્રાદ્ધિનું વર્ણન છે. તેમણે કરેલ ભેગેને ત્યાગ, લીધેલ દીક્ષા, કરેલ શ્રતાભ્યાસ, આચરેલ તપેપધાન, તેમને દીક્ષા પર્યાય, તેમની પ્રતિમા, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપપગમન અને છેવટે અનુત્તરમાં ઉપપાત એ વર્ણવવામાં આવ્યું છે.
વળી દેવલોકમાંથી ચ્યવી તેઓ સંકુલમાં ઉત્પન્ન થયા, ફરી ધમપ્રાપ્ત ર્યો, અને છેવટે મોક્ષને પામ્યા તે પણ વર્ણવવામાં આવ્યું છે.
અનુત્તરપપાતિદશામાં – તીર્થકરના સમવસરણનું, તીર્થકરના અતિશયનું, અને પરીષહને છતી યશસ્વી બનેલા, તપબળ વડે દેદીપ્યમાન, જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળા
૧. વગ આઠ છે, પણું સાત કહ્યા છે તેનું કારણ એ છે કે, પ્રથમ દશ અધ્યયન રૂ૫ વર્ગને નથી ગણે. – ટીકાકાર.
૨. આ માળાના પાપ, પુય અને સંયમ' પુસ્તકમાં એને છાયાનુવાદ આવે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org