________________
: ૨૪૦
સ્થાનાં સમવાયાંગ: ૨ સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, આ લોક અને પરલોકની ત્રદ્ધિનું વર્ણન છે. ઉપાસકનાં શીલવત, ગુણવ્રત, પૌષધ, ઉપવાસનું વર્ણન છે. તેમને શ્રુતાભ્યાસ, તપ પધાન, પ્રતિમા, ઉપસગર, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, તથા પાદપિપગમનનું વર્ણન છે. મૃત્યુ પછી તેમની દેવલોકમાં ઉત્પત્તિ, ત્યાંથી
ચ્યવન કરી સુકુલમાં જન્મ અને ફરી ધમપ્રાપ્તિ કરી મેક્ષગમન એ બધું તેમાં કહેવામાં આવ્યું છે.
વળી ઉપાસકદશામાં શ્રાવકેની ઋદ્ધિ, તેમને પરિવાર, તેમનું ધમશ્રવણ, તેમની ધમપ્રાપ્તિ અને તેમના સમ્યકત્વની સ્થિરતા અને વિશુદ્ધિ, તેમના મૂલગુણ અને ઉત્તરગુણ તથા તેમના અતિચાર, તેમની ઉપાસકપણુની કાલમર્યાદા, અને અનેક પ્રકારે તેમણે જે અભિગ્રહ ધારણ કર્યા, પ્રતિમાઓ સ્વીકારી, ઉપસર્ગો–સંકટો સહન કર્યા તેનું; તથા જેમને ઉપસમાં નથી આવ્યા તેમનું; તેમણે જે અનેક પ્રકારનું તપ આચર્યું અને શીલવ્રત તથા ગુણવ્રત અને પૌષધપવાસ સ્વીકાર્યા તેનું અને છેવટે સંલેખનાગ્રત લઈ અનેક દિવસ સુધી અન્નપાન વગર રહી આત્માને શુદ્ધ કરી તેઓ કપેપપન્ન દેવપણે ઉત્પન્ન થયા તેનું; અને તે દેવલોકની સંપત્તિનું જે અનુપમ સુખ તેમણે ભગવ્યું તેનું, અને ત્યાંથી યથાકાળે શ્રુત થઈ મનુષ્ય રૂપે જન્મી ફરી પાછી જિનધમની પ્રાપ્તિ કરી, ઉત્તમ સંયમ પાળી, કમરજને છાંડી કેવી રીતે તેઓ મુક્ત થશે તેનું આ બધાનું અને આના જેવું બીજું ઘણું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે.
ઉપાસકદશાની સંખ્યાત વાચના છે, સંખ્યાત અનુયોગદ્વાર છે, યાવત્ સંખ્યાત સંગ્રહણીઓ છે. તે સાતમું અંગ
૧. અર્થાસંગ્રાહક ગાથાઓ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org