________________
૨૩૮
સ્થાનાંગ સમવાયાંગ : ર
આવતા –નગર, ઉદ્યાન, ચૈત્ય, બગીચા, રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માંચાય, ધમકથા, આ લેાક તેમ જ પરલેાકની ઋદ્ધિ, ભાગને પરિત્યાગ, પ્રત્રજયા, શ્રુતાભ્યાસ, તપાપધાન, દીક્ષાપર્યાય, સલેખના, ભોજનના ત્યાગ, પાપાપગમન, દેવલાકગમન, સુકુલમાં જન્મ, ફરી ધમ પ્રાપ્તિ, અને માક્ષ વિષે કહેવામાં આવ્યું છે.
યાવત્ આ કથામાં સાધુઓના વિનય વિષે, તીથ કરના શાસનમાં દીક્ષા લઈને તેના પાલનમાં મદ બુદ્ધિવાળા વિષે, કઠણ તપસ્યાથી હારી ગયેલા વિષે, ભયંકર પરીષહેાથી હારેલાએ વિષે, માક્ષમાગ માં આગળ વધતાં અટકી જનારા વિષે, વિષયસુખની આશામાં મૂઢ અનેલા વિષે; જ્ઞાન, દશ`ન, ચારિત્ર અને તપને દૂષિત કરીને નકામા થયેલાઓ વિષે, તથા તેથી કરીને તેમની સંસારમાં થયેલી દુર્ગતિ અને દુઃખ પર પરા વિષે — વિસ્તારથી કહેવામાં આવ્યું છે.
-
વળી, જેમણે પરીષહ અને કષાયના સૈન્યને જીતી લીધુ છે, ધૈય જ જેમનું ધન છે અને સયમમાં જેએ ઉત્સાહપૂર્વક નિશ્ચયવાળા છે તેવા ધીરપુરુષ વિષે; જે નિઃશલ્ય થઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ચૈાગના આરાધક હાવાથી સિદ્ધિમાગમાં પ્રયાણ કરી રહ્યા છે તેમના વિષે; એ દેવના અનુપમ કામભોગ ભોગવી ત્યાંથી યથાકાળે ચ્યુત થઈ મનુષ્યલેાકમાં ઉત્પન્ન થઈ ફરી પાછા પ્રવ્રજ્યા લઈ મુક્તિપથના પ્રવાસી થઈ માક્ષે ગયા છે તેમના વિષે—વિસ્તૃત વર્ણન છે.
વળી, જેઓ માગમાં ચલાયમાન થયા હોય તેમને મનુષ્ય અને દેવા ઉપદેશ આપી, સારાસારના ગુણદોષ બતાવી કેવી રીતે સમાગમાં લાવે છે તેના વિષે આમાં કહેવામાં આવ્યું છે. અને દૃષ્ટાન્તા અને પ્રતીતિકર વચના
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org