________________
૩. જીવપરિણામે
૨૩૭ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં નાના પ્રકારના દેવ, નરેન્દ્ર અને રાજર્ષિઓએ સંશયાળુ થઈને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નના ભગવાન મહાવીરે વિસ્તારથી ઉત્તર આપ્યા છે. તે ઉત્તરોમાં દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાલ, પર્યાય, પ્રદેશ, પરિણામ યથાવસ્થિતભાવ, અનુગમ, નિક્ષેપ, નય, પ્રમાણ, સુનિપુણ ઉપક્રમ ઇત્યાદિનું વિવિધ પ્રકારે પ્રકાશન છે. તેમાં લેક અને અલોક સંબંધી માહિતી છે. એ ઉત્તરે સંસારસમુદ્રને તરવા માટે સાધન બને તેવા તે છે. એમની ઈન્દ્રોએ પણ પ્રશંસા કરી છે; ભવ્યજનોએ તેમનું અભિનંદન કર્યું છે. અધિકારની રજને નાશ કરનારા તે જ્ઞાનરૂપ દીવા જેવા છે અને હા, બુદ્ધિ અને મતિની વૃદ્ધિ કરનારા છે; વળી તે સૂત્રાથને વિવિધ રીતે સમજાવનારા છે તથા મહામૂલ્યવાન અને શિષ્યને હિતકર છે. * વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં સંખ્યાત વાચના છે – યાવત્ સંખ્યાત નિયુક્તિઓ છે. તે બાર અંગમાં પાંચમું છે. શ્રુતસ્કંધ એક છે. સે અધ્યયન છે, તેના દશ હજાર ઉદ્દેશ છે, દશ હજાર સમુદેશે છે. ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરો છે. ૮૪૦૦૦ પદે છે. સંખ્યાત અક્ષરે છે યાવત્ જિનપ્રજ્ઞપ્ત ભાવોનું પ્રરૂપણ છે.
[– સમ૦ ૧૪૦]
જ્ઞાતૃધમકથામાં શું છે? જ્ઞાતૃધર્મકથામાં દૃષ્ટાંતે આપવામાં આવ્યાં છે. દૃષ્ટાંતમાં
૧. ભગવતીન્નાં શતક એ જ અધ્યયન કહેવાય છે. ૨. ટીકાકારે ઉદ્દેશોને કેવી રીતે દશ હજાર જાણવા તે જણાવ્યું નથી.
૩. “ભગવાન મહાવીરની ધમકથાઓ” નામે તેને છાયાનુવાદ આ માળામાં પ્રસિદ્ધ થયેલ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org