________________
સ્થાનાંગ સમવાયાંગ: ૨
સૂત્રકૃતશાસ્ત્રમાં શું છે?
સૂત્રકૃતશાસ્ત્રમાં સ્વસમય, પરસમય, અને સ્વપરસમયની સૂચન છે; તથા જીવ, અજીવ, જીવાજીવ, લેક, અલેકની સૂચના છે; જીવાદિ નવ પદાર્થ – તત્વની સૂચના છે; નવા શ્રમની, કુસિદ્ધાન્તથી જેમની મતિમાં વ્યાહ થયે છે તેવા પ્રમાણેની, અને જે સંશયશીલ છે તેમની, – પાપકારી મલિન બુદ્ધિને વિશુદ્ધ કરવા માટે ૧૮૦ કિયાવાદીને, ૮૪ અકિયાવાદીનો, ૭ અજ્ઞાનવાદીને અને ૩ર વિનયવાદીને એમ કુલ ૩૬૩ અન્યદૃષ્ટિનો નિરાસ કરવામાં આવ્યું છે, જેથી શ્રમણે સ્વસમયમાં સ્થિર થાય.
સૂત્રકૃતનાં સૂત્રો અને તેને અર્થ એ છે કે જે અનેક પ્રકારનાં દૃષ્ટાન્ત વડે પરમતની નિસ્સારતા બતાવે છે, વિવિધ પ્રકારે વિસ્તાર કરીને શાસ્ત્રના સદ્દભૂત પદાર્થોનું વ્યાખ્યાન કરે છે, ક્ષમાગ તરફ લઈ જાય છે, ઉદાર છે, અજ્ઞાનાંધકારથી ઘેરાયલા જ માટે દીપકનું કામ આપે છે, સિદ્ધિમાં લઈ જનાર નિસરણી જેવાં છે, અને ભ અને કંપ વિનાનાં છે.
સૂત્રકૃત શાસ્ત્રની વાચના સંખ્યાત છે. યાવત્ સંખ્યાત નિયુક્તિ છે. - બાર અંગમાં સૂત્રકત બીજું અંગ છે. તેના બે શ્રુતસ્કંધ છે અને ર૩ અધ્યયન છે, તેના ૩૩ ઉદ્દેશનકાલ
૧. આ માળામાં “ભગવાન મહાવીરને સંચમધમ” એ નામે તેને છાયાનુવાદ પ્રસિદ્ધ થયો છે.
૨. પ્રથમ શ્રુતસ્કંધનાં ૧૬, અને બીજાનાં ૭. ૩. અ. ૧-૪, ૨-૩, ૩૨૪, ૪-૨, ૫-૨, અને બાકીનાને એક એક.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org