________________
૨૨૮ • સ્થાનાંગ સમવાયાંગ: ૨
(૬) અહેતુ પાંચ છે – * અહેતુથી જાણતો નથી થાવત્ અહેતુથી છસ્થ મરણે મરે છે. (૭) અહેતુર પાંચ છે –
અહેતુને જાણે છે યાવત્ અહેતુરૂપ કેવલીભરણે મરે છે. (૮) અહેતુક પાંચ છે –
અહેતુથી જાણે છે યાવત્ અહેતુથી કેવલીમરણે મરે છે.
[– સ્થા. ૪૧૦ ]
વિવાદ છ પ્રકારને છે –
૧. પાછો પડીને (જરા ઢીલું મૂકીને કાલહરણ કરે પછી ઠીક મેકે જોઈને પ્રતિવાદી પર આક્ષેપ કરવા માંડે);
૨. પા પાડીને (ગમે તે બહાનું કાઢીને પ્રતિવાદી પાસે વિવાદ બંધ કરાવે અને પછી અવસર મેળવી ફરી શરૂ કરે);
૩. અનુકૂલ કરીને (સભ્ય અને સભાપતિને પિતાના પક્ષમાં લઈ વિવાદ કરે તે);
૪. પ્રતિકૂલ કરીને (સભ્ય, સભાપતિને વિરોધી કરી વિવાદ કરે છે. આમ ત્યારે જ કરે જ્યારે પોતે સમર્થ હોય);
૧. અહેતુને અર્થ ઉપર પ્રમાણે કરો; પણ અહેતુથી કથંચિત જાણે છે, સર્વથા નથી જાણો શું અર્થ કર.
૨-૩. આ પાંચ કેવલીને આશ્રયીને સમજવા.
૪. “આ હેતુસૂત્રની ટીકા મેં કરી છે પણ તેનું રહસ્ય તે સર્વજ્ઞ જાણે.” – ટીકાકાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org