________________
૩. જીવપરિણામ
૨૧૯ (૨) પરેક્ષજ્ઞાન બે પ્રકારનું છે–
૧. આભિનિબાધિક, અને ૨. શ્રુતજ્ઞાન. ૧. આભિનિધિક બે પ્રકારનું છે–
શ્રુતનિશ્રિત, અને અશ્રુતનિશ્રિત.૧ $ શ્રુતનિશ્રિત બે પ્રકારનું છે –
અર્થાવગ્રહ, અને વ્યંજનાવગ્રહ. $ અમૃતનિશ્રિતના પણ તે જ બે ભેદ છે. ૨. શ્રુતજ્ઞાનય બે પ્રકારનું છે–
અંગપ્રવિષ્ટ, અને અંગબાહ્ય. અંગબાહ્ય બે પ્રકારનું છે –
આવશ્યક, અને આવશ્યક વ્યતિરિકત. આવશ્યક વ્યતિરિક્ત બે પ્રકારનું છેકાલિક, અને ઉત્કાલિક
[– સ્થા. ૭૧]
૧. પૂર્વમાં અભ્યસ્ત શ્રતના સંસ્કારના આધારે જે અવગ્રહાદ મતિ, થાય તે મતનિશ્રિત આભિનિધિક કહેવાય, અને પૂર્વના શ્રુતસંસ્કાર વિના જ જે મતિ થાય તે અશ્રુતનિશ્રિત-ત્પત્તિ આદિ બુદ્ધિરૂપ.
૨. અર્થ અને ઇન્દ્રિયને સંબંધ થવાથી જે અવ્યક્ત જ્ઞાન થાય છે, તે વ્યંજનાવગ્રહ. એની પછી સામાન્ય જ્ઞાન થાય છે તે અર્થાવગ્રહ. મન અને ચક્ષુ અર્થની સાથે સંયુક્ત થતાં નથી, તેથી તેમને વ્યંજનાવગ્રહ થત નથી. તે સિવાયની સ્પર્શનાદિ ઈદ્રિયોથી પ્રથમ વ્યંજનાવગ્રહ અને પછી અર્થાવગ્રહ થાય છે; કારણ કે એમાં ઇન્દ્રિય અને અર્થને સંયોગને અવકાશ છે.
૩. શ્રુતજ્ઞાનના આ બધા ભેદે માટે જુઓ ટિપ્પણ નં. ૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org