________________
ર૧ર
સ્થાનાંગ સમવાયાંગઃ ૨ ૯–૧૨. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ (જેના હેવાથી સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાન જીવ.ન ધારી શકે તે);
૧૩–૧૬. સંજવલન કોધાદિ (સર્વવિરતિ હોવા છતાં ઇંદ્રિય-વિષય પેગ થતાં સહજ ચંચલ થઈ જવામાં કારણભૂત થાય છે. યથાખ્યાત ચારિત્ર ન થવા દે.), [દં૦ ૧-૨૪] આ ૧૬ કષાય નરકથી વૈમાનિક સુધીના
૨૪ દંડકમાં હોય છે. | કોધ કષાય આદિ ચારે કષાયના ચાર ચાર ભેદ છે –
૧-૪. જાણીને કરાયેલાં ક્રોધાદિ (ક્રોધાદિનું ફળ જાણતો હોવા છતાં કરેલા);
૫–૮. અજાણતાં કરાયેલા કોધાદિ, ૯-૧૨. ઉપશાંત કોધાદિ (ઉદયમાં ન હોય તેવા);
૧૩-૧૬. અનુપશાન્ત કોધાદિ (ઉદયમાં હોય તેવા). * [૬૦ ૧-૨૪] આ સોળેય કષાય નારકથી વૈમાનિક સુધીના ર૪ દંડકમાં હોય છે.' હું કોધાદિ ચારેય કષાયના ચાર વિષય છે –
૧. પોતે; ૨. અન્ય; ૩. પિતે અને અન્ય બને ૪. કઈ નહિ–અપ્રતિષ્ઠિત (કાંઈ કારણ ન મળ્યું હોય છતાં ક્રોધ આદિ વેદનીય કમના ઉદયથી થાય તે).
[દૃ૦ ૧-૨૪] નારકાદિ ૨૪ દંડકમાં બધા જીના કષાય પણ એ ચાર વિષયમાં હોય છે. $ ચાર કારણે કોધાદિની ઉત્પત્તિ થાય –
૧. ક્ષેત્રને કારણે – એટલે ઉત્પત્તિસ્થાન નરકાદિને કારણે
૧. એકેન્દ્રિયાદિ અસંજ્ઞી છવામાં પ્રથમ ચાર ભેદ પૂર્વ સંજ્ઞી ભવની અપેક્ષાએ સમજવા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org