________________
૨૦૮
સ્થાનાંગસમવાયાગ: ૨ ગતિ દશ પ્રકારની છે –
૧. નરકગતિ; ૨. નારક વિગ્રહગતિ, ૩. તિર્યંચગતિ; ૪. તિર્યંચ વિગ્રહગતિ; ૫. મનુષ્યગતિ; ૬. મનુષ્ય વિગ્રહગતિ, ૭. દેવગતિ, ૮. દેવ વિગ્રફુગતિ, ૯. સિદ્ધિગતિ; ૧૦. સિદ્ધિ વિગ્રહગતિ.
– સ્થા. ૭૪૫] $ દુગતિ ત્રણ છે –
૧. નરકદુગતિ; ૨. તિયચિદુગતિ, ૩. મનુષ્યદુગતિ. 6 દુગત ત્રણ છે – ઉપર પ્રમાણે. હું સુગતિ ત્રણ છે –
૧. સિદ્ધિસુગતિ, ર. દેવગતિ, ૩. મનુષ્યસુગતિ. $ સુગતરું ત્રણ છે –ઉપર પ્રમાણે,
[–સ્થા૧૮૧] $ ચાર દુગતિ અને દુગત છે –
૧. નરક; ૨. તિયચ; ૩. મનુષ્ય, ૪. દેવ.
૧ નારક જીવ જ્યારે નરકમાં જતો હોય ત્યારે વાંક ખાઈને જાય તે. તિર્યંચ, મનુષ્ય અને દેવની વિગ્રહગતિ પણ તે પ્રમાણે સમજવી. વિગ્રહગતિની સમજ માટે જુઓ તત્ત્વાર્થ૦ ૨, ૨૬-૩૧.
૨. સિદ્ધોને તે વિગ્રહગતિ હોતી નથી. એટલે અહીં વિગ્રહગતિને અર્થ આકાશવિભાગનું અતિક્રમણ કરીને ગતિ એ લેવો જોઈએ.
૩. મનુષ્યગતિ એ સુગતિ પણ છે અને દુર્ગતિ પણ છે. સુગતિ એટલા ' માટે કે, ત્યાંથી જીવ સીધે મુક્તિમાં પણ જઈ શકે છે; અને દુર્ગતિ એટલા માટે કે, ત્યાં રહ્યો છવ સાતમી નરકમાં પણ જઈ શકે છે. અથવા મનુષ્યભવમાં આવી તેની ખરાબ હાલત થાય તે પણ મનુષ્યદુર્ગતિ કહેવાય.
૪. જેણે રાગ, દ્વેષ અને મેહને નાશ કર્યો છે તે સુગત છે -- અંગુત્તર૦ ૩, ૭૨.
૫. નિદિત મનુષ્યની અપેક્ષાથી. ૬. કિલ્વિષિકાદિ વિન્દિત દેવની અપેક્ષાથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org