________________
૨૦૧
૨. જીવ વિચાર જબૂદ્વીપના ભારત વર્ષમાં નવજન લાંબા મલ્યો પ્રવેશ્યા હતા, પ્રવેશે છે અને પ્રવેશ કરશે.
[–સ્થા ૬૭૧; સમ૦ ૮] પક્ષીના ચાર પ્રકાર છે –
૧. (જેમની પાંખ ચામડાની હોય તેવા વાગોળ વગેરે) ચમપક્ષી;
૨. (જેમની પાંખ રૂંવાડાની હોય છે તેવાં ચકલાં પારેવાં વગેરે) લેમપક્ષી;
૩. સમુદ્ગકપક્ષી (સમુગક એટલે દાબડ – દાબડા જેવી બિડાયેલી પાંખવાળાં પક્ષીઓ – આવાં પક્ષી અઢીદ્વીપની બહાર છે); • ૪. (પહોળી પાંખવાળાં) વિતતપક્ષી.
- સ્થા૦ ૩૫૦] (૫) આશીવિષ–
ચાર જાતિ આશીવિષ છે – ૧. વીંછી; ૨. મંડુક; ૩. સપ; ૪. મનુષ્ય.
પ્ર. હે ભગવાન વીંછીનું ઝેર કેવડા મોટા શરીરને વ્યાપી શકે?
ઉ. અધભારત જેવડા શરીરને વીંછીનું ઝેર વ્યાપી શકે છે. આ તે તેની શક્તિ સમજવી. ત્રણે કાળમાં આમ કદી બનવું અસંભવ છે.
૧. આ જ પ્રશ્નોત્તર ભગવતીમાં છે- શ૦ ૮, ઉ૦ ૨, પૃ. ૬૪૧.
અહીં ૧. આગતવિષ પણ ઘરવિષ નહિ, ૨. ઘરવિષ પણ આગતવિષ નહિ, ૩. આગતવિષ અને ઘોરવિષ, ૪. આગતવિષ પણ નહિ અને ઘોરવિષ પણ નહિ- આ આશીવિષની ચતુર્ભગી જે અંગુત્તરમાં છે, તે સરખાવવા જેવી છે. (૪, ૧૧૦)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org