________________
શકે છે, કારણ કે પ્રથમની એક વસ્તુને તેના પછીની કહેલ બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. સંબંધ હોય તે માત્ર સંખ્યાને છે. એટલે સંખ્યાને ધ્યાનમાં લઈને જે નવી વસ્તુ જ્યાં ઉમેરવી હોય તે ત્યાં ઉમેરી શકાય છે. ગ્રન્થના આંતરિક અધ્યયનથી એમ સિદ્ધ પણ કરી શકાય છે કે, આમાં સમયે સમયે ઉમેરણ થયું છે. તેને નિશ્ચિત પુરાવો આ ગ્રન્થમાં આવતો સાત નિને ઉલ્લેખ છે. (પૃ. ૨૬૬). સાતમે અદ્ધિક નિનવ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૮૪ વર્ષ થયા છે. અને તેને ઉલ્લેખ આમાં હોવાથી એમ તે નિશ્ચિતપણે કહી શકાય છે કે ઉત વર્ષ સુધી આની સંકલનામાં યત્રતત્ર નવું ઉમેરણ થયું છે. અન્યત્ર આવતા બેટિક નિકૂવને ઉલ્લેખ આમાં નથી. બોટિક નિદ્ધવનો સમય વીરનિર્વાણ પછી ૬ ૦૯ વર્ષ છે. આથી એમ કહી શકાય કે આમાં છેલ્લે ઉમેરે ૫૮૪ વી. નિટ સુધી જ થયો છે; ત્યાર પછી નહિ. વીરનિર્વાણ ૯૮૦ અગર ૯૯૩ માં થયેલી વાલજીવાચનાના સમયે પણ આ ગ્રન્થમાં પરિવર્તન થયું હોય એમ જણાતું નથી. જે થયું હોત, તે આ ગ્રન્થની શૈલી પ્રમાણે આઠમા સ્થાનમાં આઠ નિહ્નને ઉલ્લેખ આવી ગયો હત; એટલું જ નહિ પણ આમાં આવતે અંગગ્ર અને તેમનાં અધ્યયનેનો પરિચય પણ બદલાઈ ગયો હોત. આ ઉપરથી એક એ વસ્તુ પણ નિશ્ચિત થાય છે કે, વાલભવાચના સમયે વ્યવસ્થા ગમે તે પ્રકારની કરવામાં આવી હોય, પણ તે સમયે ઉપલબ્ધ ગ્રન્થાની વસ્તુમાં ઉમેરણ કે ઘટાડે કરવામાં નથી આવ્યું. જે તેમ કર્યું હોત તે આ સ્થાનાંગમાંથી ઘણું જ સૂત્રો ઓછાં કરવાં પડત અને ઘણું નવાં ઉમેરવાં પડત. એટલે વાલીવાચનાના સંસ્કરણકર્તાએ સંકલનામાં પૂરી પ્રામાણિક્તા જાળવી છે, પિતાના તરફથી નવી વસ્તુ ઉમેરી નથી તેમ તેમને ન સમજાતી કે અણગમતી વસ્તુની ઘાલમેલ તેમણે નથી
૧. પૃ૦ ૩૨૮ માં ૫૪૪ છપાયું છે તે મુદ્રણદોષ છે; ત્યાં ૫૮૪ જોઈએ. ૨. જુઓ પૃ૦ ૨૩૧-૨૬૩ અને તેમાં આવતાં ટિપણે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org