________________
-
૧ ૦
કરી, એમ માનવું રહ્યું. એટલું જ નહિ, પણ પરસ્પર વિસંગતિઓને ટાળવાનો પ્રયત્ન પણ તેમણે નથી કર્યો. એટલું જ તેમણે કર્યું છે કે તેમની સમક્ષ જે કાંઈ ઉપસ્થિત હતું તેને તેમણે વ્યવસ્થિત કર્યું. આ બધી વસ્તુ ધ્યાનમાં લઈએ તો એમ કહી શકાય કે, આ ગ્રન્થની મૂળ સંકલના ગમે તેટલી જૂની હેય અને અંતિમ સંસ્કરણ વાલી વાચનામાં થયું એમ મનાય છતાં આંતરિક પ્રમાણોને આધારે આની અંતિમ સંકલના વીર નિર્વાણુ સંવત ૧૮૪ માં થઈ અગર તે આ પ્રન્ય જે રૂપે અત્યારે મળે છે તેનું તેવું રૂપ તેને વીરનિર્વાણુ સંવત ૫૮૪માં મળ્યું. આનો અર્થ એટલે જ સમજવો જોઈએ કે તેમાં ૫૮૪ વી. નિટ પછી કશો જ ફેરફાર થયો નથી. તેની પ્રાથમિક સંકલના સુધર્મા સ્વામીએ કરી એ પરંપરાને ટીકાકાર નોંધે છે અને તેને અપ્રમાણિક માનવાને કશું જ કારણ નથી. અને તેમની મૂળ સંકલનામાં સમયે સમયે ઉમેરણ થઈને તેનું અંતિમરૂપ વી. નિ. સંવત ૧૮૪ આસપાસ નિર્મિત થયું.
રજની રૉજી: સમવાયાંગમાં (સૂ૦ ૧૩૮) બાર અંગેનો પરિચય આપવામાં આવ્યા છે. તેમાં સ્થાનાંગને જે પરિચય છે તે પ્રસ્તુત પુસ્તકમાં સંગૃહીત છે જ (પૃ. ૨૩૫); એટલે તે આખો અહીં ઉતારવાની આવશ્યકતા નથી. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, તેમાં એકવિધ, દ્વિવિધ યાવત્ દશવિધ જીવ અને પુગલોનું વર્ણન છે અને લેકસ્થિતિનું પણ વર્ણન છે.” સમવાયાંગે સૂચવેલ શૈલી પ્રસ્તુત અંગગ્રસ્થમાં આદિથી અંત સુધી બરાબર જળવાઈ રહી છે. એટલે કે સંખ્યાના ક્રમે એકથી દશવિધ વસ્તુઓને આમાં સંગ્રહવામાં આવી છે. આ અંગગ્રસ્થમાં દશ અધ્યયને છે અને તે બધાને સ્થાન પણ કહેવામાં આવ્યાં છે. એકવિધથી દશવિધ વસ્તુઓનો સંગ્રહ હેવાથી સામાન્ય રીતે આ આખો ગ્રન્થ દશ પ્રકરણમાં વહેંચાઈ જાય તે સ્વાભાવિક છે. દશ અધ્યયનમાંથી બીજાના ૪, ત્રીજાના ૪, ચોથાના જ અને પાંચમાના ૩ “ઉદ્દેશ” નામે ઉપવિભાગે કરવામાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org