________________
૨૮
અનુવાદ કરતી વખતે મારી શંકાઓનું સમાધાન પૂ. પંડિત શ્રી સુખલાલજીએ કર્યું છે, પણ જે તેમણે આખો અનુવાદ તપાસ્યો હોત, તે ભ્રાન્તિ રહેવાને ઓછામાં ઓછો સંભવ હતે. પણ એ સમયે અમે બને બીજા સંપાદનનાં કાર્યોમાં ફસાયેલા હેઈ, મેં તેમને કષ્ટ આપવાનું ઉચિત ધાયું નહિ. આખા અનુવાદના લખાણને શ્રી. ગોપાલદાસે જોડણી અને વ્યવસ્થાની દૃષ્ટિએ ઠીક કર્યું છે અને પ્રફે પણ તેમણે જોઈ આપ્યાં છે. તે બદલ તેમને ઋણી છું. પૂ. પંડિતજીએ તે પિતા જેવા મમત્વથી મારા કાર્યમાં રસ લીધે છે; એટલે ઔપચારિક આભારવિધિ કરીને તેનું મૂલ્ય ઘટાડવા નથી માગતો. મારા વિદ્યાથી શ્રી. શ્રીનન્દનલાલ બી. એ. શાસ્ત્રીએ શબ્દસૂચી બનાવવામાં મદદ કરીને મારે મોટો ભાર હલકે કર્યો છે, તે બદલ તેમને આભારી છું.
૨. સ્થાનાંગને પરિચય સંવનવા અને સમયમર્યાદા: પરંપરા પ્રમાણે સ્થાનાંગના ઉપદેષ્ટા ભગવાન મહાવીર છે, એ વસ્તુ “સુર્ય કે તેનું મોત vમવાય' આ વાક્યથી ગ્રન્થના પ્રારંભે જ સૂચિત કરવામાં આવી છે. રાજ્યને અર્થતઃ ઉપદેશ ભગવાનને છતાં શબ્દતઃ રચના કોની છે એ બાબત મૂળ ગ્રન્થમાં કશું જ કહેવામાં નથી આવ્યું. પણ પરંપરાને આધારે ટીકાકાર વ્યાખ્યામાં કહે છે કે, સુધર્મા નામના પાંચમા ગણધરે જંબૂ નામના પિતાના શિષ્યને ઉદ્દેશીને આનું પ્રતિપ્રાદન કર્યું છે. આનો અર્થ શું? શું આપણે એમ સમજવું કે સ્વયં સુધર્માએ આ ગ્રન્થની રચના કરી ? સામાન્ય રીતે એમ મનાય છે કે, અંગગ્રન્થનું સંકલન ગણધરે કરે છે; અને ઉપલબ્ધ અંગગ્રન્થોના સંકલનકર્તા સુધર્મા સ્વામી છે. પ્રસ્તુત ગ્રન્થના સંકલનકર્તા સુધર્માને માની લઈએ તે પણ તેમણે જે રૂપે તેનું સંકલન કર્યું હશે તે જ અક્ષણ રૂપે આપણી સામે એ ગ્રન્થ છે, એમ તો કહી શકાય તેમ નથી. આ ગ્રંથની રચના જ એવી છે કે તેમાં સમયે સમયે ઉમેરણ થઈ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org