________________
१७
પશુ આ બંને ગ્રન્થાનું અને તેમનું વિષયસાદશ્ય પણુ ઘણે ઠેકાણે છે. એથી મેં ટિપ્પણુમાં અને પાનાની નીચે એ ગ્રન્થા સાથે તુલના પણુ કરી છે. આથી બાર વર્ષ પહેલાંના મારા અનુવાદમાં એ સમયની મારા જ્ઞાનની મર્યાદા પ્રમાણે મેં પ્રયત્ન કર્યાં છે. આજે ફરી આ મન્થાને અનુવાદ કરવાનેા હોય, તે તેમાં ઘણી નવી સામગ્રી ઉમેરવાને અવકાશ છે એમ મને આ અનુવાદ - ગ્રન્થનાં પ્રૂફ઼ તપાસતાં જણાયું છે. પણ એ ઇચ્છાનું સવરણ કર્યાં વિના છૂટકા હતા નહિ. કારણ, તેમ કરવા જતાં એ ભાગ જેટલા દળમાં પ્રકાશિત થતા આ ગ્રન્થનું કદ કદાચ ચાર ભાગ જેટલું થઈ રહેત; અને એમ કરવું તે ગ્રન્થમાલાની મર્યાદાની બહાર થઈ જાત. તેમાં પ્રકાશિત થયેલા બીજા ગ્રન્થામાં અપનાવાયેલી મધ્યમમાગી શૈલી —— બહુ લાંબું નહિ તેમ બહુ ટૂંકું પણ નહિ ~ ના ભંગ થાત અને છપાતાં ખીજો વધુ સમય સહેજે નીકળી જાત. એટલે જે રૂપે તૈયાર હતા તે જ રૂપે તેને ધ્યાનમાં આવેલી બ્રાન્તિઓ દૂર કરીને છપાવી દીધા છે. આમાં બ્રાન્તિ નહિ જ રહી હોય એવા દાવા કરી શકતા નથી; વિદ્વાનો તે શેાધે અને મને સૂચવે એવી વિનંતી છે.
આ અનુવાદ આગમાય સમિતિની આવૃત્તિ ઉપરથી તૈયાર કરવામાં આવ્યા છે અને સૂત્રાંકે તેના જ રાખ્યા છે. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી આગમાનાં નવાં સંસ્કરણા તૈયાર કરે છે, એથી મૂળપાઠની શુદ્ધિ થવાના ઘણા સંભવ છે. પણ આ બન્ને ગ્રન્થા પૂરતું તે। સામાન્યપણે કહી શકાય કે, ભાષાની દૃષ્ટિએ મહત્ત્વનાં પાઠાંતરે મળી આવવા સંભવ છે; પણ વસ્તુની દૃષ્ટિએ વિશેષ ક્રૂર પડવાના ઘણા જ એ સભવ છે. એટલે નવી આવૃત્તિની દૃષ્ટિએ પણ આ અનુવાદમાં વિશેષ ફેર પડે એમ મને લાગતું નથી. આગમાય સમિતિની આવૃત્તિમાં કાઈ કારણે આધારભૂત પ્રતિમાં પા છૂટી ગયાને કારણે જો ત્રુટિ રહી ગઈ હશે, તે! તે અનુવાદમાં સુધારી લેવી પડશે.
સ્થા.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org