________________
૨. જીવ વિચાર
૧૭૧ ' ઉક્ત પ્રશ્નને ખુલાસે આ પ્રમાણે પણ થઈ શકે છે, પ્રત્યેક વસ્તુ દિવ્યની અપેક્ષાએ તો અપરિણત છે અને પર્યાયની અપેક્ષાએ પરિણત છે તેથી તેમના પરિણત અને અપરિણત એવા બે ભેદ થઈ શકે છે.
૨. કાલને જે ભિન્ન દ્રવ્ય ન માનવામાં આવે તો તે જીવ અને અજીવના પર્યાયરૂપ ગણાય. પર્યાય અને પર્યાયવાનને ભેદ પણ છે અને અભેદ પણ છે. અહીં પર્યાય અને પર્યાયીના અભેદની અપેક્ષાએ જીવન તથા આજીવન કાલરૂપ પર્યાને જીવ અને અજીવ કહ્યા છે. જિનાચાર્યોમાં કાલ વિશે બે પરંપરા છે. એકને મતે કાલ એ સ્વતંત્ર વ્યરૂપ છે. ત્યારે બીજાને મતે કાલ એ સ્વતંત્ર દ્રવ્ય નહિ, પણ જીવ અને અજીવ દ્રવ્યના પર્યાયરૂપ છે. આ સૂત્ર બીજા મતની અપેક્ષાએ છે એમ સમજવું. વિશેષ માટે જુઓ ચતુર્થ હિન્દી કમ ગ્રન્ય પૃ. ૧૫૭.
જીવવિચાર
‘૧, જીવલક્ષણ જીવાસ્તિકાય અવર્ણ, અગંધ, રસ, અસ્પૃશ, અરૂપી, શાશ્વત, અવસ્થિત લોક દ્રવ્ય છે. ૧. દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંત, અરૂપી
શાશ્વત જીવદ્રવ્ય રૂપ છે. ૨. ક્ષેત્રની અપેક્ષાએ આખા લોકમાં જીવદ્રવ્યો છે. ૩. કાલની અપેક્ષાએ જીવદ્રવ્ય ત્રિકાળમાં સ્થિતિવાળું,
ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષત, અવ્યય અને
અવસ્થિત છે. જ. ભાવથી છવદ્રવ્ય, અગંધ, અવર્ણ, અરસ,
અસ્પૃશ અને અરૂપી છે. ૫. ગુણથી જીવદ્રવ્ય ઉપગગુણવાળું દ્રવ્ય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org