________________
સ્થાનાંગસમવાયાંગ: ૨ સવ ચાર છે – ૧. નામસવ (સર્વ એવું જેનું નામ હેય),
૨. સ્થાપનાસવ (કઈ વસ્તુ વિષે એમ સમજવું કે તેમાં બધું આવી ગયું તે),
* ૩. આદેશસવ (કંઈક ન્યૂન હોય તે પણ વ્યવહારથી કે ઉપગથી તેને સંપૂર્ણ કહેવું તે ૧),
૪. નિરવશેષ સર્વ (સંપૂણને લક્ષીને જે વ્યવહાર થાય તે).
[– સ્થા. ૨૯૯] ટિપણ ૧. બધાં દ્રવ્યો પરિણમનશીલ છે. અર્થાત તે ફૂટસ્થ નિત્ય પણ નથી અને નિરવયવિનાશી પણ નથી. પણ પરિણામી નિત્ય – નિત્યાનિત્ય છે. પ્રત્યેક દ્રવ્યના બે અંશ છે – ધ્રુવાંશ અને અબ્રુવાંશ. ધ્રુવાશ ત્રણે કાળમાં અનુવૃત્ત હોવાથી શાશ્વત છે અને તેને લઈને વસ્તુની નિત્યતાને વ્યવહાર થાય છે. આ ઘવાંશ તે દ્રવ્યાંશ. અધૂંવાંશ એ પર્યાયાંશ છે અને તેને લઈને વસ્તુમાં ઉત્પત્તિ અને વ્યયનું ભાન થાય છે. તે અશાશ્વત હોવાથી તેને લઈને વસ્તુમાં અનિત્યતાને વ્યવહાર થાય છે.
જૈન મતે કોઈ પણ એવું દ્રવ્ય નથી જે પરિણામી ન હોય; પરંતુ આ સૂત્રમાં કોને પરિણત અને અપરિણત એવા બે ભાગમાં વહેચ્યાં છે. એટલે પ્રશ્ન એ થાય છે કે શું કઈ એવું દ્રવ્ય છે જે પરિણમી પણ હેય? અહીં ટીકાકારે પરિણત દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલનો સમાવેશ કર્યો છે અને બાકીનાં અપરિણતમાં સમજી લેવાં જોઈએ એમ ફલિત થાય છે. આ ખુલાસાનું સમાધાન એમ જણાય છે કે, આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં વિસદશ પરિણમન નહિ થતું હોવાથી તેમને ટીકાકારે અપરિણતમાં ગણાવ્યાં હશે. ત્યારે જીવ અને પુદ્ગલમાં સટશ અને વિદેશ અને જાતનાં પરિણામે સ્પષ્ટપણે જણાય છે તેથી તેમને પરિણતમાં ગણાવ્યાં છે.
૧. જેમકે પાડીમાં થોડું ધી હોય છતાં કોઈ કહે કે બધું ધી ખલાસ થઈ ગયું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org