________________
૧૧૮
સ્થાનાં સમવાયાંગ ૨ - આ ચારના પ્રદેશે સરખા છે એટલે કે અસંખ્યાત પ્રદેશે છે–
૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. લોકાકાશ; ૪. એક જીવ.
* [– સ્થા, ૩૩૪ } આ ચારને આઠ મધ્યપ્રદેશ છે – ૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. આકાશાસ્તિકાય; ૪. જીવ.
[– સ્થા. ૬ર૪ }
૩. નવતત્ત્વ ભાવપદાથ નવર છે –
૧. જીવ; ૨. અજીવ; ૩. પુણ્ય, ૪. પાપ; ૫. આસવ; ૬. સંવર; ૭. નિજ રા; ૮ બન્ધ; ૯. મોક્ષ.
[– સ્થા. ૬૬૫]
* ૧. ઘમ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યના મેરની મધ્યમાં રહેલા આઠ પ્રદેશને રુચકપ્રદેશે કહે છે. આ ટુચકપ્રદેશથી દિશાની શરૂઆત થાય છે. જીવ જ્યારે કેવલિસમુદુધાતની અવસ્થામાં હોય છે ત્યારે તેના જે આઠ પ્રદેશે ચકસ્થ હેય તે ફુચક કહેવાય છે; અને કેવલિસમુદુધાતાવસ્થામાં ન હોય, ત્યારે આઠ અવિચલ એવા મધ્યમાં રહેલા પ્રદેશ અહીં સમજવાના છે.
૨. મુખ્યપણે તે જીવ અને અજીવ એવા પરમાર્થરૂપ બે જ પદાર્થ છે, છતાં આ એ બે દ્રવ્યને જ વિસ્તાર કરીને નવ એટલા માટે કહ્યા છે કે તેમને મોક્ષશાસ્ત્રમાં ઉપયોગી છે. આ નવ તત્વની યથાર્થ શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે. અને તે જ મેક્ષમાર્ગોપયોગી છે. ઉમાસ્વાતિ પુર્વપાપને જુદા નથી ગણતા. ઉત્તરાધ્યયનમાં આ નવની ગણતરી છે. ૨૮ ૨૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org