________________
સ્થાનાંગ સમવાયાંગ ૨ (સાર્થવાહના મેટા સાથને ઊતરવાનું સ્થાન), ઘોષ (ગોકુલ; ગાયોને રહેવાનું સ્થાન), આરામ (ઉપવન, સ્ત્રીપુરુષને આરામ લેવાને મંડપ), ઉદ્યાન (ઊજાણી કરવા જેવું બગીચ), વન (જેમાં એક જ જાતનાં ઝાડ મેટા પ્રમાણમાં હોય), વનખંડ (જેમાં અનેક જાતનાં વૃક્ષો હોય તેવું જંગલ), વાપી (વાવ – તે ચોખંડી હોય છે.), પુષ્કરિણી (ગોળાકાર જળાશય જેમાં પુષ્કર- કમળ થતાં હોય), સરોવર, સરોવરની હાર, કુવા, તળાવ, કૂડ, નદી, પૃથ્વી, ઉદધિ-ઘનેદધિ, વાતકધ (ઘનવાત, તનુવાત), આકાશાન્તર (વાતન્કંધની નીચેનું), વલય (પૃથ્વીને વીંટાઈને રહેલા ધદધિ આદિ), વિગ્રહ (લોકનાડીના વાંક), દ્વીપ, સમુદ્ર, વેલા (સમુદ્રની ભરતી), વેદિકા (ઓટલે), દ્વાર (વિજ્યાદિ, તારણ (એ વિજયાદિ દ્વારનાં), નરયિક, નિરયિકાવાસ, યાવત્ વિમાનિક અને વૈમાનિકાવાસ, કલ્પ અને કલ્પવિનાનાવાસ, વર્ષ (ભરતાદિ), વર્ષધર પર્વત, કૂટ (હિમવત કૂટાદિ), કૂટાગાર (કૂટમાંનાં ભવન), વિજય (ચકવતી જેને જીતે છે તે), રાજધાની – આ બધું જીવ પણ છે અને અજીવ પણ છે.
છાયા, આતપ, સ્ના, અંધકાર, ઉન્માન, અવમાન, અતિયાનગૃહ (નગરમાં પ્રવેશતાં જે ઘર દેખાઈ આવે),
૧. અહીં ર૪ પ્રકારના જીવોના ર૪ દંડક સમજી લેવાના છે.
૨. આમાં ગ્રામ વગેરે અચેતન જણાય છે; પણ ત્યાં ગ્રામ આદિને અથ તે તે પ્રદેશ અને તેમાં વસનારા જીવે એ કરવાથી તેઓ જીવ પણ કહેવાય અને અજીવ પણ કહેવાય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org