________________
૧૬૫
૧. દ્રવ્યાનુગ (અહીંથી શીષપ્રહેલિકા સુધીના બધા વિભાગો પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર ૮૪ લાખ ગણું વધારે સમજવા) અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અક્ષનિકુરાંગ, અક્ષનિકુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીષપ્રહેલિકાંગ, શીષપ્રહેલિકા;
(અહીં સુધી વ્યાવહારિક કાલ છે. અને તેને સંખ્યાત કાળ કહેવાય છે. કારણ કે તે આપણુથી બરાબર ગણી શકાય છે. આ પછીનું જે કાલમાન છે, તે પણ સંખ્યાત તે છે જ, પણ તે અતિશયવાળા જ્ઞાનીની અપેક્ષાએ. સામાન્ય માણસ તે કાળને ઉપમાથી જ સમજી શકે.) પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી– આ બધા કાલવિશે જીવ પણ છે અને અજીવ પણ છે.૧
[-સ્થા૦ ૯૫] ગ્રામ (જેમાં કર લેવાતું હોય તેવી વસતિ), નગર (જેમાં કર ન લેવાય તે = નકર), નિગમ (વાણિયાનું રહેઠાણ), રાજધાની (જેમાં રાજાનો અભિષેક થતો હોય),
બેટ (જેના ફરતી ધૂળની દીવાલ હોય તે), કબ૮ (હલકું નગર–જેમાં હલકા લેકે રહેતા હોય), મડ (જેની ચારે બાજુએ અડધા યોજનમાં કઈ ગામ ન હોય તે), દ્રોણમુખ (જેમાં જવાને જલમાર્ગ અને સ્થલમાગ– બને હોય), પત્તન (મેટું શહેર), આકર (લોહ વગેરે ધાતુની ખાણ), આશ્રમ (તીર્થસ્થાન), સંબાધ (પવત આદિ વિષમ ભૂમિમાં ધાન્ય સંઘરવાનું સ્થાન), સંનિવેશ
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org