________________
૧૬૪
થાનાંગસમવાયગઃ ૨ રાશિ૧ બે છે – ૧. જીવરાશિ, ૨. અજીવરાશિ.
[– સ્થા૦ ૫; –સમ. ૨, ૧૪૯.] સમય, આવલિકા (= અસંખ્યાત સમય; અથવા એક શ્વાસોચસને સંખ્યાતમે ભાગ), આનપ્રાણ (= સખ્યાત આવલિકા; હુષ્ટ અને નીરોગી પુરુષના ઉરસ અને નિઃશ્વાસમાં જેટલો વખત લાગે તે), સ્તોક (= ૭ શ્વાસોચસ), ક્ષણ (= સંખ્યાતા ધાસીસ), લવ (= ૭ ઑક), મુહૂર્ત (= ૭૭ લવ અથવા બે ઘડી, અથવા ૩૭૭૩ શ્વાસ જેટલો કાળ), અહોરાત્ર (= ૩૦ મુહૂત), પક્ષ (= ૧૫ અહોરાત્ર), માસ (=બે પક્ષ), ત્રતુ (= બે માસ), અયન (=૩ ત્રાતુ), સંવત્સર (= ૨ અયન), યુગ (= ૫ વર્ષ), ૧૦૦ વર્ષ, ૧૦૦૦ વર્ષ, લાખ વષ, કરાડ વષ, પૂર્વાગ (= ૮૪ લાખ વર્ષ), પૂર્વ (= ૮૪ લાખ પૂર્વાગ = ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ), ત્રુટિતાંગ (=૮૪ લાખ પૂવ), ત્રુટિત (=૮૪ લાખ ત્રટિતાંગ), અટટાંગ;
૧. સમવાયાંગના – ૧૪હ્મા રમૂવમાં જીવ અને અજીવ રાશિની તેના ભેદ-પ્રભેદો સાથે પૂરી પ્રરૂપણ સમજી લેવાની સૂચના છે. ટીકાકાર કહે છે કે, આ પ્રરૂપણ શબ્દશઃ પ્રજ્ઞાપના સૂત્ર પ્રમાણે સમજી લેવી. પ્રજ્ઞાપનાને અનુવાદ આ માળામાં થવાનું જ છે એટલે અહીં તે ઉતારી નથી.
૨ . કાળને સૌથી સૂક્ષ્મ ભેદ. તેને આગળ ભેદ થઈ શકે નહીં. તેનું ઉદાહરણ આ પ્રમાણે આપવામાં આવે છે: સે કમલપત્ર ઉપરાઉપર રાખ્યા હોય, તેમને કઈ બળશાળી યુવક ભાલાની અણીથી વીંધે, ત્યારે એક પત્રમાંથી બીજા પત્રમાં જતાં ભાલાને જેટલો વખત લાગે, તે કાળનું માપ પણ સમય ન કહેવાય. તેટલામાં તે અસંખ્યાત સમય લાગે. આને મળતું વસ્ત્ર છેદનનું પણ દૃષ્ટાંત છે. જુઓ અનુગદ્વાર, પૃ. ૧૭૫.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org