________________
૧૫૯
૧૫. મોક્ષમાર્ગ
૧૯. ટિપણ ૧. જે કાંઈ જ્ઞાન છે તેને સાર તો ચારિત્ર છે. અને ચારિત્રને સાર નિર્વાણ છે. આવશ્યક નિર્યુક્તિ (ગા. ૯૧) માં ભદ્રબાહુએ જ્યારે આ સિદ્ધાન્ત મૂકયો ત્યારે તેમના મનમાં મેક્ષમાર્ગ તરીકે ગમે તે ગણાવીએ પણ તે સોમાં ચારિત્ર જ સાક્ષાત કારણ – મુખ્ય છે, એમ હતું. જ્ઞાન ગમે તેટલું હેચ પણ જે સમુદ્રમાં હાથપગ ન હલાવીએ તે અને તે ડૂબવાનું જ છે (ગા૦૯૫). નિપુણ જ્ઞાનરૂ૫ નાવિક મર્યો હોય પણ વાયુરૂપ ચારિત્ર ન હોય તે આપણું જીવરૂપી વહાણ કાઈ સિદ્ધગતિએ પહોચે નહિ (ગા. ૯૪). જીવને કેવળજ્ઞાન થાય છતાં તરત જ મેક્ષ નથી થતું, જ્યારે સંપૂર્ણ યોગનિરોધરૂપ ચારિત્ર આવે છે ત્યારે જ મેક્ષ મળે છે. એટલે મોક્ષનું એક કારણું કહેવું હોય તે ચારિત્રને ગણાવી શકાય. પણ આગળ ચાલીને એ જ આચાર્ય. સાક્ષાત અને પરંપરાથી મેક્ષના કારણનો વિચાર કરતાં અંધ-પંગુ ન્યાયે જ્ઞાન અને ચારિત્રક્રિયા એ બનેને મોક્ષમાર્ગના ઉપાય તરીકે સ્થાપે છે (ગા૦૯૯ થી ); અને છેવટે વળી પાછા મોક્ષના કારણરૂપ ચારિત્રના પણ બે ભેદ કરી ત્રણ કારણ. ગણાવે છે, અને કહે છે કે જ્ઞાન એ પ્રકાશક છે, તપ એ શેાધક છે અર્થાત કમની વિજેરા કરી આત્માની શુદ્ધિ કરે છે, અને સંયમથી ગુપ્તિ થાય છે – અર્થાત નવાં કમનો બંધ થતો નથી. - આ ત્રણને યોગ એ મોક્ષ છે (ગા. ૧૦૧). આ જ વસ્તુને જિનભદ્ર વિસ્તારથી દાખલા-દલીલથી સમજાવી છે.
ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનમાં વળી તેથી પણ આગળ જઈને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષમાર્ગ તરીકે વર્ણવ્યાં છે. આમાં વિશેષતા એ છે કે જીવ જે કારણે દિશા ભૂલને છાંડી ઠીક માગે આવ્યો અને જે વિના તેની દિશામૂલ ભાગે નહિં તે સમ્યગ્દર્શન - શ્રદ્ધાનને પણ ગણાવ્યું છે. ઉમાસ્વાતિએ તપને સમાવેશ ચારિત્રમાં જ કરી દઈને કહ્યું કે –
'सम्यग्दर्शनशानचारित्राणि मोक्षमांग :' જેઓ દર્શનને પૃથક નથી ગણાવતા તેમને મને પણ તેને સમાવેશ. જ્ઞાનમાં સમજી લેવું જોઈએ; કારણ અવાયરૂપ મતિજ્ઞાનને રૂચિ અંશ જ સમ્યગ્દર્શન છે, તેથી તેને સમાવેશ જ્ઞાનમાં થઈ જાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org