________________
- સ્થાનાં સમવાયાંગ: ૧ જૈનેતર દશનેમાં તે જ્ઞાનને મુખ્ય માનવું કે ક્રિયાને એ વિષે વિવાદો ચાલ્યા આવે છે. ન્યાય –વૈશેષિક, સાંખ્ય, શાંકર વેદાન્ત, મીમાંસા અને મહાયાન બોદ્ધ એ બધાં જ્ઞાનને પ્રધાન માને છે અને બીજા કેટલાંક કર્મને. સ્થવિરવાદી બૌદ્ધો શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણને મેક્ષના ઉપાય રૂ૫ માને છે. પણ ભગવાન બુદ્ધ તપસ્યાને મોક્ષમાર્ગના ઉપાય ગણનારાઓને અભવ્ય ગણાવ્યા છે, અને માત્ર શીલ વિશુદ્ધિને જ શ્રમણ્યાંગ ગણાવ્યું છે. પણ અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમણે જે તપ અંતઃશુદ્ધિ વિના કરાયેલું હોય છે તેને જ નિષેધ્યું છે; અંતકરણની શુદ્ધિ, કાયશુદ્ધિ અને વચનશુદ્ધિ પૂર્વક–અથવા તો તે તે શુદ્ધિની વૃદ્ધિ કરનાર – તપસ્યાને તેમણે નિષિદ્ધ નથી ગણી, એ ન ભૂલવું જોઈએ. જુએ અંગુત્તર૦ ૪, ૧૯૬. વળી અકુશલ ધર્મોની વૃદ્ધિ કરનાર તપસ્યાને નિષિદ્ધ ગણી છે – કુશલ ધમની વૃદ્ધિ કરનારને નહિ. – અંગુ ૦ ૧૦, ૯૪.
અહિ મોક્ષમાર્ગ વિશેના ભગવતીગત (શ૦ ૧, ઉ૦ ૧, પૃ. ૪૪૨) અને અંગુત્તરગત (૪, ૧૭૫) પ્રશ્નોત્તરે વિલક્ષણ રીતે સમાનતા ધરાવે છે.
આ સૂત્ર સાથે અંગુત્તરનું એક સૂત્ર સરખાવવા જેવું છે જ્યાં સ્પષ્ટ કહ્યું છે કે વિદ્યા અને ચરણ એ બે હોય તે ભિક્ષુ અત્યન્ત નિષ્ઠ, અત્યન્ત લેમી, અત્યંત બ્રહ્મચારી, અત્યન્ત પર્યવસાનવાળે અને સર્વ દેવમનુષ્યોમાં શ્રેષ્ઠ થાય છે. - અંગુત્તર૦ ૧૧, ૧૧,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org