________________
૧૪૯
સ્થાનાંગ-સમવાયાંગ : ૧
પ્રશ્ન છ પ્રકારે થાય છે
૧. સંશય પ્રશ્ન ( કોઈ વિષયમાં સશય થવાથી ); ૨. મિથ્યાભિનિવેશ પ્રશ્ન ( પર પક્ષમાં દૂષણ દેવા
માટે);
૩. અનુયાગી પ્રશ્ન (જે વસ્તુનું વ્યાખ્યાન કરવું હોય તે જ વિષયમાં ગુરુ પેાતે પ્રશ્ન ઉપાડી વ્યાખ્યા કરે તે); ૪. અનુલામ પ્રશ્ન ( સાંભળનારને અનુકૂલ બનાવવા માટે કુશળપ્રશ્ન વગેરે પૂછવા તે);
૫. જાણીને કરાયેલા પ્રશ્ન (જેમ શાસ્ત્રમાં ગૌતમ પૂછે છે);
૬. ન જાણતા હોવાથી કરાયલા પ્રશ્ન.
[ સ્થા॰ ૫૩૪]
હુ આ ચાર માટી એકમેાએ નિગ્રન્થ કે નિગ્રન્થીને સ્વાધ્યાયર કરવા ક૨ે નહિ -
૧. આષાડી એકમ (વદની ),
૨. આસાની એકમ (વની),
૧. પ્રશ્નોનું વિવેચન કરતાં ભગવાન બુદ્ધે કહ્યુ છે કે, કોઈ પ્રશ્ન એવા હાય જેના એક અંશના ઉત્તર આપવા જોઈએ; કોઈ પ્રશ્ન એવે હાય છે જેના સામેા પ્રશ્ન કરીને ઉત્તર આપવા જોઈએ; કોઈ પ્રશ્ન એવા હાય છે જેના ઉત્તર આપવા જ નહિ; કોઈ એવા હાય છે જેના વિભાગ કરીને ઉત્તર આપવા જોઈએ. – અંગુત્તર૦ ૪-૪૨,
પ્રશ્નનાં અહીં જણાવેલ કારણા જેવાં જ અ'ગુત્તર૦માં પણ મતાવ્યાં
છે. ૫-૧૬૫.
૨. અહીં સ્વાધ્યાય શબ્દથી નદી આદિ સૂત્રની વાચનાદિને નિષેધ સમજવે. અનુપ્રેક્ષા કરવાની છૂટ છે. આ દિવસે મહાત્સવના હોવાથી તે દિવસે સ્વાધ્યાય કરવાથી લાકવિરુદ્ધ આચરણ કર્યુ કહેવાય, માટે નિષેધ
કર્યો છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org