________________
૧૩૮
સ્થાનાં સમવાયાંગ: ૧ ત્યાંથી આયુ પૂરું થયે ચ્યવીને આ મનુષ્યલોકમાં જે હલકાં કુલે છે તેમાં તે પુરુષ તરીકે ઉત્પન્ન થાય છે. જેમ કે - અંતકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દરિદ્રકુલ, ભિક્ષુકુલ, કૃપણકુલ આદિ. અને તેમાં પણ તે દૂરૂપ, દુર્વણ, દુગન્ધવાળે દુરસવાળો, દુસ્પલવાળે, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમ
જ્ઞ, હીનસ્વર, દીનસ્વર, અનિષ્ટસ્વર, અકાંતસ્વર, અપ્રિયસ્વર, અમને જ્ઞસ્વર, અમનામ-સ્વર, અનાદેયવચન, એવે તે થાય છે અને તેની આસપાસના લોકો પણ તેને આદર કરતા નથી. તે કાંઈ બેલવા જાય છે તે બીજા ચાર પાંચ જણું તેને રેકે છે અને કહે છે કે બહુ બેલે નહિ.
પણ માયાવી માયા કરીને જે આચના કરે, તે મરણ પામીને તે ત્રદ્ધિવાળા દેવ થાય છે, ચિરકાલીન સ્થિતિવાળો દેવ થાય છે, હારથી તેની છાતી ભાયમાન હોય છે, તેના હાથમાં કટકાદિ આભૂષણો શોભી રહે છે, વિવિધ મુકુટ વગેરે આભૂષણથી તે શોભાયમાન બને છે, કલ્યાણકારી વચ્ચે વગેરેથી શાભિત બને છે, સુંદર શરીર દિવ્યવદિવાળે બને છે, તે પાવન દિવ્ય ભેગપગ ભગવે છે, તે કાંઈ બોલવા માગે છે ત્યારે બીજા ચારપાંચ દેવે આગળ આવી તેને ખૂબ બેલો એમ કહી ઉત્સાહી બનાવે છે.
તે દેવ દેવલોકમાંથી ચ્યવી આ મનુષ્ય લેકમાં ઊંચા કુલમાં જન્મ લે છે, અને સુંદર શરીરવાળો થાય છે. તેની આસપાસના લોકો તેને આદર કરે છે. તે બોલવા ચાહે છે તે તેની આસપાસના લોકો બહુ બોલવા માટે તેને આગ્રહ કરે છે.
[– સ્થા. ૫૯૭]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org