________________
૧૪. નિજ રે હોય તો તે દ૫ – અર્થાત્ અહંકારથી કરાયેલું ગણાય છે, અને તેને માટે પ્રાયશ્ચિત્ત જરૂરી છે. અકૃત્યાનુસારી પ્રતિસેવનાના મૂલગુણસંબંધી અને ઉત્તરગુણસંબંધી એમ બે ભેદ છે. મૂલગુણપ્રતિસેવના પાંચ પ્રકારની, પાંચ મહાવ્રતસંબંધી; અને ઉત્તરગુણપ્રતિસેવના પિંડવિશુદ્ધિ આદિસંબધી અનેક ભેદે છે. – આ બન્ને પ્રકારની પ્રતિસેવનામાં ૧૦ પ્રકારનાં આલોચનાદિ પ્રાયશ્ચિત્ત છે જેની વિગત આગળ આવશે.]
૨. સંજના પ્રાયશ્ચિત્ત;
[સંયોજના એટલે એક જ જાતિના અતિચાર ઉપરાઉપરી કરવા તે; એવી સંયોજનામાં જે પ્રાયશ્ચિત્ત દેવાય તે. જેમકે, ભિક્ષાચર્યાના અનેક અતિચાર એક પછી એક કરવા – પ્રથમ તે શય્યાતરને પિંડ ન લેવો જોઈએ તે લે, વળી તે પણ બીજાને ત્યાંથી સાધુ માટે લાવેલું ન હોય તે જ લેવું જોઈએ છતાં તેવું લે. – આ સજનાને પેશ્ય પ્રાયશ્ચિત્ત તે સંજના પ્રા..]
૩. આપણું પ્રાયશ્ચિત્ત;
[આપણા–એટલે ઉમેરવું–એક અપરાધ માટેનું પ્રાયશ્ચિત્તાનુષ્ઠાન ચાલતું હોય તે દરમિયાન ફરી પાછે તેવો જ અપરાધ કરે, તો પ્રાયશ્ચિત્તમાં વધારો કરે તે. જેમકે, પાંચ દિવસના ઉપવાસગ્ય અપરાધ માટે પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત ચાલતું હોય તે જ વખતે ફરી તે દેષ કરે તે દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત થાય. વળી ફરી કરે તો ૧૫નું થાય; એમ ઉત્તરોત્તર વધતું જતું ઉત્કૃષ્ટ છ માસનું પ્રાયશ્ચિત્ત આપણા પ્રા. કહેવાય.]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org