________________
૧૩. સંવર
૧૨૫
૮ પ્રવચનમાતા :
પ્રવચનમાતા” નો ઉલ્લેખ ભગવતી (શ૦ ૨૫, ઉ૦ ૬, પૃ. ૭૨ ) માં પણ છે. ઉત્તરાધ્યયનમાં તો “પ્રવચનમાતા” એ નામનું ૨૪ મું અધ્યયન જ છે. “પવામાય” એવા પ્રાકૃત શબ્દનાં સંસ્કૃત રૂપો બે સંભવે છેપ્રવચનમાત અને પ્રવચનમાતું. તેમાં ઉત્તરાધ્યયનની નિયુકિતમાં પ્રથમ રૂ૫ સ્વીકારીને એ અર્થ કર્યો છે કે, જેમાં સંપૂર્ણ દ્વાદશાંગ સમાઈ જાય છે તે પ્રવચનમાતા. પણ ટીકાકાર શાંત્યાચાર્યે એક બીજી ગાથા પણ ટાંકી છે જેમાં પ્રવચનમાતૃરૂપ પણ માનવામાં આવ્યું છે; અને અર્થ કર્યો છે કે, આ પ્રવચનમાતૃ એટલા માટે કહેવાય છે કે સંપૂર્ણ દ્વાદશાંગનો પ્રસવ એમાંથી જ છે. પ્રથમ અર્થ કરતાં આ બીજ અર્થવાળા પ્રવચનમાતૃ. શબ્દને જ જન સાહિત્યમાં વધારે પ્રચાર છે. સાર એ છે કે, જેનશાસ્ત્ર કહે કે આચાર કહો તે સૌને આધાર- સૌનું સારભૂત તત્વ તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જ છે, જે પ્રવચનમાતા તરીકે પ્રસિદ્ધ છે. ઉત્તવના પ્રવચનમાતુ અધ્યયનને અંતે કહ્યું છે કે, આ પ્રવચનમાતાનું જે વ્યથાયોગ્ય પાલન કરે, તે સર્વ કર્મને ક્ષય કરી શીધ્ર મોક્ષે જાય છે. ૯. ઉપસર્ગ -
સૂત્રકૃતાંગના તૃતીય અધ્યયનનું નામ ઉપસર્વાધ્યયન છે. તેની નિયુક્તિમાં કહ્યું છે કે, દ્રવ્યઉપસર્ગ ચેતનકૃત અને અચેનકૃત એમ બે પ્રકારના છે; અને જે આગંતુક હોય તથા પીડાકારી હોય તે ઉપસર્ગ કહેવાય છે. કમનો ઉદય તે ભાવઉપસર્ગ કહેવાય છે. વળી સર્વ ઉપસર્ગના ઔધિક અને ઔપકમિક એવા બે ભેદ છે. ઔધિક તો તે છે જે સામાન્યપણે કર્મપ્રકૃતિના ઉદયનિત હોય છે; પણ દંડઘાત આદિ જે વડે અસતાવેદનીય . ને ઉદય થાય છે અને જેને લઈને અ૫વીર્ય ભિક્ષુના સંયમને ઉપઘાત થાય છે, તે ઔપક્રમિક ઉપસર્ગ છે. અહીં જે ચાર ભેદ દિવ્યાદિ ગણાવ્યા છે, તે આ ઓપક્રમિક ઉપસર્ગને સમજવાના છે. અહીં ગણાવેલા ઉપભેદે પણ નિયુક્તિકારે ગણાવ્યા છે. એ ઉપસર્ગો કેટલીક વખત અનુલ હેય છે અને કેટલીક વખત પ્રતિલ હોય છે. અનુકુલનું તથા પ્રતિકૃલનું વર્ણન સૂત્રકૃતાંગમાં તે જ અધ્યયનના ક્રમશઃ પ્રથમ – દ્વિતીય ઉદેશમાં કર્યું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org