________________
૧૨૪
સ્થાનાંગ-સમવાયાંગ: ૧
વાળું; ૨૨. ઉદાર; ૨૩. બીજાની નિન્દાયુક્ત નહિં અને આત્મઉત્કર્ષ યુક્ત નહિ; ૨૪. ઉપગતથ્યાત્વ – ઉપરના ગુણને લઈને જેની પ્રશંસા થાય તેવું; ૫. અનાનીત – કાલ, કારક, વચન, લિંગાદિને વ્યત્યય જેમાં ન હોય તેવું; ર૬. ઉત્પાદિતાછિન્નકૌતુહલત્વ – વિષયમાં શ્રોતાને બરાબર એકધારું કુતુહલ પેદા કરે તેવું; ૨૭. અભુતત્વ; ૨૮. અનતિવિલંબ; ૨૯. વિભ્રમ – વિક્ષેપ – કિલિકિંચિતાદિ રહિત— વિભ્રમ એટલે વક્તાના મનની બ્રાતિ, વિક્ષેપ એટલે અભિધેયાથ વિષે મનની અનાસક્તિ, કિલિકિંચિત એટલે રેષ, ભય, અભિલાષ આદિ ભાવોને એક સાથે કે
એકેકે કરવા તે, આદિશબ્દથી બીજ માનસિક દેનું ગ્રહણ છે – આ બધા દેથી રહિત એવું વચન; ૩૦. અનેક જાતિ અર્થાત વિષયના ભેદે, તેમને આશ્રય લેવાથી વિચિત્ર લાગે તેવું; ૩૧. આહિતવિશેષત્વ – બીજું વચન કરતાં કાંઈક વિશેષતા યુક્ત; ૩૨. સકારત્વ – વણ, પદ, વાક્યો બધાં અલગ અલગ હોવાથી આકારવાળું બનેલું; ૩૩. સર્વપરિગ્રહીતત્વ – સાહસયુક્ત; ૩૪. અપરિખેદિતત્વ – બાલતાં બોલતાં થાક ન ચડે તેવું; ૩૫. અત્ર્યદિત્વ – કહેવા ધાર્યું હોય તે કહેવાઈ રહે ત્યાં સુધી એકધારું બેલિવું તે. ભગવાન મહાવીરને આ ૩૫ અતિશયથી યુક્ત પપાતિક સૂત્રમાં કહ્યા છે. ૬-૭. દિગંબર મતભેદ -
(૬) અદત્તાદાનની પાંચ ભાવનાઓમાં સર્વાર્થસિદ્ધિસંમત તત્વાર્થઅત્રપાઠમાં મૌલિક મતભેદ છે. દિગમ્બર અને શ્વેતામ્બરના જીવનવ્યવહારમાં જે મૌલિક મતભેદ છે તે સ્થાન પરત્વેની આ પાંચ ભાવનાઓમાં વ્યકત થાય છે. સટ સિટ પ્રમાણે પાંચ ભાવનાએ આ પ્રમાણે છે – (૧) શન્યાગાર જેવાં કે પર્વતની ગુફા, ઝાડની બખેલ આદિ જેનો કઈ સ્વામી ન હેય તેમાં નિવાસ, (૨) વિચિતાવાસ પડી ભાંગેલ ગામમાં ખાલી પડેલ પરિત્યકત મકાનમાં નિવાસ–(૩) પરેપરોધાકરણ– બીજા પર બલાત્કાર ન કર-તે, (૪) ભિક્ષશુદ્ધિ, (૫) સધમવિસંવાદ– બીજા ભિક્ષુ સાથે તારુંમારું કરી ઝઘડો ન કરવો તે.
(૭) સર્વાર્થસિદ્ધિમાં-(૭, ૭) બ્રહ્મચર્યની ભાવના આ પ્રમાણે છે :. (૧) સ્ત્રીરામકથાશ્રવણત્યાગ, (૨) સ્ત્રીના મનહરાંગના નિરીક્ષણને ત્યાગ, (૩) પૂર્વ રતિવિલાસના સ્મરણને ત્યાગ, (૪) વૃધ્યેષ્ટરસત્યાગ- ઉત્પાદક દષ્ટ રસેન ત્યાગ, (૫) શરીરસંસ્કારનો ત્યાગ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org