________________
૧૩. સંવર
૧૨૩ (૭) વ્યવહારની અપેક્ષાએ સત્ય – જેમકે પર્વત પરનાં ઝાડ બળી રહ્યાં હોય છતાં આપણે કહીએ છીએ કે પર્વત બળે છે, ગેળામાંનું પાણી ઝમતું હોય છે પણ આપણે કહી છીએ કે ગોળ ઝમે છે. આવા ઔપચારિક પ્રયોગો તે વ્યવહાર- સત્ય છે.
(૯) ભાવ એટલે પર્યાય. કેઈ એક પર્યાયને મુખ્યતાથી પ્રયોગ કરે તે ભાવ - સત્ય. જેમ બગલામાં બીજા વર્ણ હોય પણ કહેવું કે બગલો ધોળે છે તે અર્થાત તેમાં બીજા વણ છતાં શુકલનું બાહુલ્ય છે – તેથી તેને - શુકલ કહ્યો.
(૯) ધોગ એટલે સંબંધ. સંબંધથી સત્ય તે –જેમકે માણસના હાથમાં દંડ હોય તો તે દંડી કહેવાય તે, યોગ - સત્ય.
(૧૦) કેઈનું પરાક્રમ જોઈ તેને સિંહ કહેવો તે ઉપમા - સત્ય; અર્થાત તિનું પરાક્રમ સિંહ જેવું છે. ૫. સત્યવચનના અતિશય –
ટીકાકાર કહે છે કે આ અતિશય આગમશાસ્ત્રમાં જોવામાં નથી આવ્યા પણ બીજા ગ્રન્થમાં જે જોયા છે તે આ હશે એમ ધારી તે જ અહીં ગણાવી દઉં છું. તે આ પ્રમાણ:- ૧. સંરકારી; ર. ઉદાત્ત-ઊંચે – બુલંદ અવાજ; ૩. ઉપચારોપેત – સાવ ગ્રામ્ય નહિં તેવું; ૪. ગંભીર – મેચની જેમ; ૫. અનુનાદિતા –પડઘો પડે તેવું; ૬. દક્ષિણ -- સરલતા; ૭. ઉપનીત રાગત – માલ કેશાદિ રોગયુક્ત. આ સાત અતિશયો શબ્દાશ્રયી છે. અને બાકીના અર્થાશ્રયી છે. તે આ પ્રમાણે -૮મહાથતા; ૯. આવ્યાહત પૌપચં—પૂર્વાપરને વિરોધ નહિ; ૧૦. શિષ્ટતા-સ્વસિદ્ધાન્ત જે હોય તે કહે અથવા બોલનારની સભ્યતાસુચક વાણી; ૧૧. અસંદિગ્ધત્વ - સાંભળનારને સંશય ન ઊપજે તેવું; ૧૨. અપહતા ત્તર – બીજે જેમાં દૂષણ ન દઈ શકે તેવું; ૧૩. હૃદયગ્રાહિત્ય-શ્રોતાના મનને હરી લે તેવું; ૧૪. દેશકાલાવ્યતીત – પ્રસંગોચિત; ૧૫. તસ્વાનુરૂપત્ર – જે કહેવાની વસ્તુ હોય તદનકૂલ; ૧૧. અપ્રકીર્ણ પ્રસૂતત્વ – વિસ્તાર થાય પણ સંબદ્ધ રીતે અર્થાત અસંબદ્ધ નહિ તેવું અથવા અનધિકૃત અને અતિવિસ્તૃત ન હોય તેવું ૧૭. અન્યપ્રગૃહીત –વાક્યો અને પદોની પરસ્પર સાપેક્ષતા; ૧૮.
અભિજાતત્વ – વકતા અથવા શ્રોતાની ભૂમિકાને અનુસરનારું; ૧૯. અતિનિગ્ધ અને મધુર; ૨૦. અપરમમંધિત્વ – બીજાનાં મમસ્થાનને ઉઘાડાં ન પડે તેવું; ૨૧. અર્થ ધર્માભ્યાસાનપતત્વ – અર્થ ધર્મ અને અભ્યાસ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org