________________
- ૧૨
સ્થાનાંગ-સમવાયાંગ ૧ નવાં મન્તવ્યો રજૂ કર્યા હતાં. જૈન સંઘમાં સામાયિકને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. એકલા સામાયિક આવશ્યક ઉપર જ જિનભદ્ર વિશેષાવશ્યક જે મહાન ગ્રંથ રચ્યો છે. ૩. અણુવત:–
બૌદ્ધ ધર્મમાં ઉપાસક થવાની પ્રથમ શરત એ છે કે તેણે બુદ્ધ, ઘમ અને સંઘના શરણને સ્વીકારવું જોઈએ. તે જ પ્રમાણે જેન ઉપાસક માટે ત્રિશરણ છે જ. વળી જેમ જિન ઉપાસકનાં પાંચ અણુવ્રત છે, તેમ બૌદ્ધ ઉપાસકનાં પણ પાંચ શીલ છે –તે આ:
(૧) પ્રાણાતિપાત-વિરમણ : (૨) અદત્તાદાન-વિરમણ; (૩) કામ- ભોગમાં મિથ્યાચારથી વિરમણ (૪) મૃષાવાદ-વિરમણ; (૫) સુરા, મેર, મદ્ય અને પ્રમાદિસ્થાનથી વિરમણ. – જુઓ અંગુર ૮, ૨૫.
જન અણુવ્રતના ઉલ્લેખ માટે જુઓ ભગવતી ( શ૦ ૭, ૯, ૨, પૃ. ૧૩૫.) વિવરણ માટે જુઓ તસ્વાર્થ૦ ૭, ૧૫. ૪. સત્યના દશ પ્રકારો :--
(૧) એક દેશમાં જે અર્થમાં એક શબ્દ વપરાતો હોય તે જ અર્થમાં બીજા દેશોમાં પણ એ શબ્દ વપરાતો હોય તે તે અર્થને બંધ કરવા માટે એ શબ્દનો પ્રયોગ તે જનપદ-સત્ય – અર્થાત દેશની અપેક્ષાએ સત્ય.
(૨) શબ્દને વ્યુત્પત્તિજન્ય અર્થ ગમે તે થતો હેય પણ જે અર્થમાં સો સંમત હોય તે જ અર્થ બેધ માટે તેનો પ્રગ કર તે સંમત-સત્ય. જેમકે પંકમાંથી તો કમળ વગેરે ઘણી ચીજો ઉત્પન્ન થાય છે, પણ પંકજ શબ્દનો કમળના જ અર્થમાં પ્રયોગ કરવો તે સંમત - સત્ય.
(૩) સ્થાપના – પ્રતિમા એ કાંઈ જિન ન કહેવાય છતાં પ્રતિમાને જઈને વ્યવહાર થાય છે કે “આ જિન છે.” આ વ્યવહાર તે સ્થાપના - સત્ય.
(૪) કેઈનુ વર્ધમાન એવું નામ હેય પછી ભલે તે કશાની વૃદ્ધિ ન કરતો હોય પણ તે વધમાન જ કહેવાય છે. આ “નામ - સત્ય” કહેવાય.
(૫) રૂપની અપેક્ષાએ સત્ય તે રૂપસત્ય. જેમ કોઈએ ચતિને માત્ર કપટથી વેશ પહેર્યો હોય અને એનું એવું બાથરૂપ જોઈને ( આ યતિ છે) એવો વ્યવહાર થાય છે તે રૂપ- સત્ય.
(૬) પ્રતીય - સત્ય એટલે આપેક્ષિક સત્ય. જેમકે આમળું મોટું પણ કહેવાય અને નાનું પણ બોરની અપેક્ષાએ મોટું અને કેરીની અપેક્ષાએ
નાનું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org