________________
૧૯
૧૩. સંવર પ્રત્યાખ્યાન પાંચ પ્રકારનું છે –
૧. શ્રદ્ધાનશુદ્ધ (સવ પ્રત્યાખ્યાન જે પ્રમાણે લેવાનું કહ્યું હોય તે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક લીધેલું);
૨. વિનયશુદ્ધ (ગુરુને વિધિપૂર્વક વદન કરી, મનવચન-કાયથી ગુપ્ત થઈને લીધેલું);
૩. અનુભાષણા-શુદ્ધ (ગુરુ જે શબ્દોમાં લેવરાવે તે શબ્દોની આવૃત્તિપૂર્વક લેવાયેલું);
૪. અનુપાલના શુદ્ધ (લીધેલી પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન જેમાં થાય તે);
૫. ભાવશુદ્ધ (પિતાની પ્રતિજ્ઞાને આ લેક કે પરલેકાદિની અભિલાષાથી, રાગ કે દ્વેષથી દૂષિત ન કરે તે).
[-સ્થા૦ ૪૬૬] પ્રત્યાખ્યાન દશ પ્રકારનું છે? –
૧. અનાગત પ્રત્યાખ્યાન ( ભવિષ્યમાં તપ કમ આદિમાં બાધા આવશે એમ ધારી પ્રથમથી જ કરી લેવાતું);
૨. અતિકાન્ત પ્રત્યાખ્યાન (વર્તમાન તપ કર્મ આદિ ન કરી શકાયું હોય તો તેને બદલે પાછળથી કરાતું);
૩. કેટીસહિત પ્રત્યાખ્યાન (એક પ્રત્યાખ્યાન જે વખતે પૂરું થતું હોય ત્યાંથી જ બીજાની શરૂઆત કરવામાં આવે તે;
૪. નિયત્રિત પ્રત્યાખ્યાન (દરેક માસના અમુક દિવસે કરવાના તપની પ્રતિજ્ઞા),
૧. એક છઠ્ઠ જ્ઞાનશુદ્ધ પ્રત્યાખ્યાન પણ છે. પણ તેને શ્રદ્ધાનશુદ્ધમાં સમજી લેવું.
૨. આ દશ ભેદ ભગવતી શતક ૭, ઉદેવ ર૭; પૃ. ૧૩૬માં ગણાવ્યા છે.
3. આ પ્રતિજ્ઞા રાગોત્પત્તિ કે એવું બીજું કારણ આવી પડે તે પણ નભાવવી પડે છે. આ કાલમાં આવી પ્રતિજ્ઞા વિચ્છિન્ન થઈ ગઈ છે એટલે કે કેઈ આચરી શકતું નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org