________________
૧૩. સંવર
૧૦૯
ભાષાના ચાર પ્રકાર છે –
૧. સત્યભાષા, ૨. મૃષાભાષા; 3; સત્યમૃષા–અધસત્ય; ૪. અસત્ય-મૃષા – ન સત્ય ન મૃષા જેમકે, “આપ”, ‘લ્ય” એવી વ્યવહારની ભાષા –
[ –સ્થા. ર૩૮ ] સત્ય ચાર છે – (૧) ૧. કાયઋજુતા – કાયની અવિસંવાદી પ્રવૃત્તિ
૨. ભાષા-ત્ર જુતા – વચનની અવિસંવાદી પ્રવૃત્તિ ૩. ભાવ-ઋજુતા – મનની અવિસંવાદી પ્રવૃત્તિ; ૪. અવિસંવાદ – કહે તેજ કરે તે.
[– સ્થા. ૨૫૪] (૨) ૧. નામસત્ય – (સત્ય એવું નામ);
૨. સ્થાપના સત્ય – (સત્યની સ્થાપના – પ્રતિમા ); ૩. દ્રવ્યસત્ય – (સત્યમાં અનુપયોગી જીવનું સત્ય); ૪. ભાવસત્ય – (સત્યમાં ઉપયોગવાળા જીવનું સત્ય).
[–સ્થા. ૩૦૮] ૧. ભાષાના વિશેષ સ્વરૂપ માટે જુઓ પ્રજ્ઞાપનાપદ ૧૧. ભાષાશુદ્ધિ માટે આચારાંગ શ્રત ૨માં ૪થું ભાષાધ્યયન છે; અને દશવૈકાલિકમાં સાતમું સુવાક્યશુદ્ધિ નામનું અધ્યયન છે. સાધુએ મૃષા અને સત્યમૂષા ભાષા ત્યાગવી જોઈએ.
૨. આવશ્યક નિર્યુકિતમાં આ ચાર ભેદ જણાવ્યા છે. ભાષ્યકારે ત્યાં તે ચારેની વ્યાખ્યા આમ કરી છે: મુનિ, ગુણ કે પદાર્થ એ “સત” કહેવાય. તેમને હિતકારી તે સત્ય, અને અહિતકારી તે અસત્ય. તદુભયસ્વભાવી તે મિશ્ર; અને તે ત્રણેથી ભિન્ન – આજ્ઞાપની આદિ – તે અસત્યમૃષા. વિશેષાવશ્યક ભાષ્ય ગાત્ર ૩૫-૩૭૭. વિશેષ માટે જુઓ દશવૈકાલિક નિયુક્તિનું સાતમું અધ્યયન. સાધુચ્ચ સત્યભાષામાં પણ જે બીજાને પીડાકારી ન હોય, તે જ ઉત્તમ ભાષા છે. સૂત્રકૃતાંગ ૧.૬.૨૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org