________________
૧૦૨
સ્થાનાંગ-સમવાયગઃ ૧ કેાઈ એકાદ વ્રત લઈ શકે છે તો કેઈ બે કે તેથી વધારે. વળી કઈ તો પાપકાર્યમાં માત્ર અનુમતિની જ છૂટ વાળા હોય છે; પોતે જાતે પાપકાર્યો કરતા નથી, તેમ જ બીજા પાસે કરાવતા પણ નથી. અત: જેઓ આ દેશવિરત અવસ્થામાં હોય, તે સૌમાં આવી અનુમતિની ટવાળા સૌથી અગ્રગામી ગણાય છે. સર્વ પાપકર્યોથી આવી અનુમતિ પણ ત્યાગવામાં આવે, તો તે આ અવસ્થાથી આગળની સર્વવિરતિને નામે ઓળખાતી દશાનો લાભ કરે છે; પણ આ અવસ્થામાં એ શક્ય ન હોવાથી તેઓ દેશવિરત જ કહેવાય છે.
(૧) પ્રમત્તસંચતા :-દેશવિરત આત્માને એવી અલ્પવિરતિથી પણ જે આમિક શાંતિને લાભ થાય છે, તેથી તે વિચારે છે કે આવી અલ્પ વિરતિમાં પણ જે આ પ્રકારની શાંતિ અને સ્વસ્થતા હોય, તો પછી જે સર્વપાપજનક પ્રવૃત્તિથી નિવૃત્ત થાઉં તે તો કેવી પરમ શાંતિને પામું ? આ વિચારમાંથી ચારિત્રમોહને નિર્બળ કરવાની તેની પ્રવૃત્તિ વેગવંતી બને છે અને તે ચારિત્રહની શકિતને અધિકાંશમાં નિર્બળ બનાવી દે છે. પરિણામ એ આવે છે કે, તે સર્વ સાવદ્ય યોગથી નિવૃત્ત થાય છે. આ અવસ્થામાં પગલિક ભાવ જે સ્વથી ભિન્ન છે, તેમની આસક્તિનો અભાવ થઈ જાય છે. આ અવસ્થામાં પણ તે સદેવ પિતાના લીધેલ વ્રતમાં જાગ્રત નથી રહી શકતો અને પરિણામે છેડેઘણે પ્રમાદ પણ ક્યારેક આવી જાય છે, તેથી જ આ અવસ્થાને પ્રમસંવત એવું સાથે ક નામ મળ્યું છે.
(૭) અપ્રમત્તસંચત? – સવ સાવદ્ય યોગ વિરત થયા છતાં જ્યારે આત્મા પ્રમાદવશ થાય છે, ત્યારે પોતાની શાંતિમાં બાધાનો અનુભવ કરે છે. તેથી નિકુલ શાંતિનો અનુભવ કરવાની લાલસા સેવે છે. આ લાલસામાંથી જ નિદ્રા, વિષય, કષાય અને વિકથા– ઈત્યાદિ પ્રમાદોમાંથી પોતાને બચાવી લેવાનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાં જ્યારે તે સફળ થાય છે, ત્યારે પ્રમાદે પર વિજયલાભ કરી અપ્રમત્તસંયત અવસ્થાને પામે છે. પણ આ અવરથામાં પણ એક તરફ અપ્રમાદજન્ય ઉત્કટ સુખનો અનુભવ થતો હોવાથી તે જ સ્થિતિમાં ટકી રહેવાને સતત પ્રયત્ન આત્મા કરતો હોય છે, અને બીજી તરફ પ્રમાદજન્ય પૂર્વાનુભૂત વાસનાઓ તેને પિતાના તરફ ખેંચે છે. આ ખેંચાતામાં વિકાસન્મુખ આત્મા પણ ક્યારેક પ્રમાદની તન્હામાં અને ક્યારેક અપ્રમાદની જાગૃતિમાં ડોલાં ખાય
Jain Education International 2010_03
Use Only For Private & Personal Use Only
www.jainelibrary.org