________________
૧૨. કમ છે. એટલે કે તે અનેક વાર પ્રમત્તસંચતાવસ્થામાં અને અનેકવાર અપ્રમત્ત સંયત અવસ્થામાં આવાગમન કર્યા કરે છે. જેમ પાણની ભમરી ચા વાતભ્રમીમાં પડેલું તણખલું આમતેમ ચલાયમાન હોય છે, તે જ પ્રમાણે આ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનના સમયમાં વિકાસગામી આત્માની સ્થિતિ ડેલાયમાન થાય છે.
(૮) નિવૃત્તિ બાદર – અપ્રમાદ અવસ્થાની એવી સ્થિતિ કે જે રિથતિ આવે એટલે પ્રમાદ અવસ્થામાં જવાનું ન બને – પણ વિકાસ તરફ આભા પ્રયાણ કરવા સમર્થ થાય, તે નિવૃત્તિનાદર અવસ્થા કહેવાય - છે. આ અવસ્થામાં આત્મા વિશેષ પ્રકારે મેહને દબાવવા અગર નિમૂલ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આને અપૂર્વ કરણ ગુણસ્થાન એવા બીજા નામથી પણ ઓળખવામાં આવે છે; કારણ આ ગુણસ્થાનમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ બાબતે જીવનમાં પ્રથમ જ કરે છે, એટલે પ્રથમ ન અનુભવાયલી અપૂર્વ જ આત્મશુદ્ધિને લાભ આ ગુણસ્થાને આત્મા કરે છે.
(૯) અનિવૃત્તિ બાદર – આઠમી - નિવૃત્તિ બાદ ૨ અને આ નવમી અનિવૃત્તિ બાદ ૨ અવસ્થામાં મુખ્ય ભેદ એ છે કે, આઠમી અવસ્થામાં સમસમયે વર્તમાન જીવોની શુદ્ધિની તરતમતાને આશ્રી તેમના અસખ્યાત ભેદ થઈ શકે છે; પણ નવમી અવસ્થામાં તેમ નથી. તેમાં સમસમયમાં વર્તમાન સકલ જીવોની શુદ્ધિ એકસરખી માનવામાં આવી છે. નિવૃત્તિ એટલે ભિન્નતા અને બાદર એટલે સ્થૂલ. સ્થૂલ કષાયની તરતમતાને આશ્રીને જ્યારે જીવેની ભિન્નતા સ્પષ્ટપણે કરી શકાય તે અવસ્થા નિવૃત્તિ બાદ ગુણસ્થાન; અને જે અવસ્થામાં સ્થૂલ કષાયાશ્રયી જીની ભિન્નતા ન કરી શકાય, તે અનિવૃત્તિ બાદર ગુણસ્થાન. આમ બનવાનું કારણ એ છે કે, જેમ જેમ કષાયની મંદતા થતી જાય છે, તેમ અધ્યવસાયસ્થાને ઓછાં થતાં જાય છે, અને વિશુદ્ધિ વધતી જાય છે. આઠમા ગુણસ્થાન કરતાં નવમામાં વિશુદ્ધિ અધિક છે જ તેથી અવ્યવસાયસ્થાન ઓછાં થાય છે. અને ઓછાં થવાને લીધે સમકાલીન જીનાં અધ્યવસાયસ્થાન એક જેવાં પ્રાપ્ત થાય છે.
આ નવમા ગુણસ્થાનમાં છવો સ્પષ્ટપણે બે શ્રેણીમાં વિભક્ત થઈ જાય છે. એક ગીવાળા તો એવા હોય છે કે જે મેહને દબાવતા જાય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org