________________
૧૨. કર્મ
૧૦૧ આ દશાને સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવે છે. તે એટલા માટે કે, તેની દૃષ્ટિ આ અવસ્થામાં વિપર્યાસથી મુક્ત થઈને સમ્યગ બની ગઈ હોય છે. આ અવસ્થામાં દિશાભ્રમ જ દૂર થાય, પણ હજી સ્વરૂપસ્થિતિમાં બાધક ચારિત્રમોહનો પરાજય કર બાકી રહે છે. તે કામ
જ્યારે તે કરે છે, ત્યારે આથી આગળની ભૂમિકા કહેવાય છે. અને તેથી જ આ ગુણસ્થાનને અવિરત સમ્યગ્દષ્ટિ એવું સાર્થક નામ આપવામાં આવ્યું છે. આ ગુણસ્થાનવતી જીવ કઈ પણ પ્રકારનું ચારિત્ર ધારણ કરી શકતો નથી; કોઈ પણ પ્રકારના વ્રત - નિયમ ધારણ કરી શકતો નથી.
આવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ ત્રણ પ્રકારના છે.–૧. પથમિક સમ્યકત્વી – અર્થાત મિથ્યાત્વ મોહનીય કર્મને વિપાકેદય અને પ્રદેશદયને જ્યારે અભાવ હેય, પણ મિથ્યાત્વમેહનીય સત્તામાં તો હોય જ, તે વખતે જે આત્માને સમ્યકત્વ ગુણ પ્રકટ થાય છે, તે ઔપશમિક સમ્યકત્વ કહેવાય છે; અને તેવી અવસ્થાવાળા પથમિક સમ્યકત્વી કહેવાય છે. ૨. ક્ષાપશમિક સમ્યકત્વી– મિથ્યાત્વ મેહનીય કર્મના વિશુદ્ધ દલિકે જ્યારે ઉદયમાં હોય ત્યારે આત્માના સમ્યકત્વ ગુણનો ઘાત નથી થતો; પણ તે વખતે જે સમ્યકત્વ હોય છે તે ક્ષાપથમિક સભ્યત્વ કહેવાય છે; અને તેવું સમ્યકત્વ ધરાવનાર આત્મા ક્ષાપશમિક સમ્યકત્વી કહેવાય છે. ૩. હાયિક સમ્યકત્વી મિથ્યાત્વમેહનો સદંતર નાશ થવાથી આભાને જે સભ્યત્વ ગુણ પ્રકટ થાય છે, તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે; અને તે જેને હેય તે ક્ષાયિકસમ્યકત્વી કહેવાય છે.
(૫) વિરતાવિરત – મોહની પ્રધાનશક્તિ દર્શનમોહને શિથિલ કર્યો હોય તેથી સમ્યગ્દર્શન – વિવેકપ્રાપ્તિ તે થાય છે; પણ જ્યાં સુધી મોહની ચારિત્રમોહ શકિતને શિથિલ ન કરવામાં આવે, ત્યાં સુધી સ્વરૂપમાં સ્થિતિ નથી થઈ શકતી. એટલે વિકાસગામી આત્મા વિવેકલાભ કર્યા પછી ચારિત્રમેહને શિથિલ કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે આ પ્રયાસમાં તે અંશતઃ સફળ થાય છે, ત્યારે તે—વિરતાવિરત શ્રાવક – દેશવિરતને નામે ઓળખાય છે. આ દિશામાં તેને પ્રથમ કરતાં અધિક આત્મિક શાંતિનો અનુભવ થાય છે. આ અવસ્થામાં તે સંપૂર્ણ પાપકારી ક્રિયાઓથી અલગ નથી થઈ શકતો; એટલે જ આ અવસ્થામાં આવેલ આત્માઓ તેમના ત્યાગની અપેક્ષાએ અનેક પ્રકારના હોય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org