________________
૧૦૦.
સ્થાનાંગસમવાયાંગ ૧ આવે, ત્યારે તેની અપેક્ષાએ ઉત્કાતિસ્થાન કહેવાય; પણ જે કઈ આત્મા અધઃપતને ભુખ હોય અને ચોથા ગુણસ્થાનથી આ અવસ્થાને પામે, તે તેની અપેક્ષાએ અપક્રાન્તિસ્થાન પણ છે. સાસ્વાદન અને આ મિશ્રને મુખ્ય ભેદ પણ એ જ છે કે, બીજું ગુણસ્થાન અપક્રાતિનું જ સ્થાન છે; ત્યારે આ ત્રીજુ અપક્રાતિ તેમજ ઉત્ક્રાન્તિ બન્નેનું સ્થાન છે. આવી અવસ્થા માત્ર અંતમુહૂર્ત પ્રમાણ જ આત્માને રહે છે તેથી વધારે નહિ.
(૪) અધિત સમ્યગદષ્ટિ: શારીરિક અને માનસિક દુઃખ ભોગવતાં ભેગવતાં અજ્ઞાતરૂપે ગિરિ નદી - પાષાણ ન્યાયે જ્યારે આત્માનું આવરણ કાંઈક શિથિલ થઈ જાય છે અને તેથી જ્યારે તેના અનુભવની અને વર્ષોલ્લાસની માત્રા વધે છે, ત્યારે તેવા વિકાસગામી આત્માનાં પરિણામોની શુદ્ધિ કાંઈક વધતી જાય છે અને તેથી જ તે પોતાના તીવ્ર રાગ અને દ્વેષનાં બંધનેની ગાંઠને છોડવાની ઘણે અંશે યોગ્યતા પ્રાપ્ત કરે છે. આવી – અજ્ઞાનપૂર્વક માત્ર દુઃખને ભેગવતાં ભેગવતાં – જે યોગ્યતા પ્રાપ્ત થાય છે, તેને જેનશાસ્ત્રમાં “યથાપ્રવૃત્તિકરણ” કહેવામાં આવે છે. ત્યાર પછી આત્મશુદ્ધિ જ્યારે વધે છે અને વર્ષોલ્લાસની માત્રા પણ જ્યારે વધે છે, ત્યારે તે આત્મા રાગદ્વેષના તીવ્ર બંધનની ગાંઠને છેડી નાખે છે. આવી ગ્રંથભેદન યંગ્ય શુદ્ધિને “અપૂર્વ કરણ” કહેવામાં આવે છે. આવી ગ્યતા છમાં અપૂર્વ– પ્રથમ જ આવતી હોવાથી અપૂર્વ કારણ કહેવાય છે. આટલું થયા પછી વળી પાછી આત્મશુદ્ધિ અને વર્ષોલ્લાસની માત્રા વધે છે ત્યારે આત્મા મેહની પ્રધાનશક્તિ દર્શનમોહને અવશ્ય પરાજિત કરે છે. આવી દર્શન મેહને પરાજિત કરનાર આત્મશુદ્ધિ “અનિવૃત્તિકરણ” કહેવાય છે. તે એટલા માટે કે, આ શક્તિ
જ્યારે મળે છે ત્યારે આત્મા અવશ્ય દર્શનમેહ પર વિજયલાભ કરે છે. પાછા નથી વળતે – નિવૃત્ત નથી થતું. આ ત્રણે કરણમાં અપૂર્વકરણ જ સૌથી દુર્લભ છે. કારણ, રાગદ્વેષના તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠણ કામ આ શક્તિથી જ થાય છે. આવી શક્તિ મળ્યા પછી વિકાસગામી આત્મા ભલે પડે-આખડે, પણ છેવટે તો તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો જ.
દર્શનમોહને પરાજય આપનાર આત્મા પોતાના સ્વરૂપનું દર્શન કરે છે એટલે તેની ભ્રાંતિ ટળી જાય છે. અને તેથી જ તેને પ્રત્યેક પ્રયત્ન તેને લક્ષ્ય તરફ લઈ જાય છે. અત્યાર સુધી તેની ગતિ ઊલટી હતી તે હવે સીધી થાય છે. તે વિવેકી બની કર્તવ્યાકર્તવ્યને વિવેક કરતાં શીખે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org