________________
૧૨. કમ ઉત્કર્ષ તે ગમે તેટલો સાધી લે, પણ તેની પ્રત્યેક પ્રવૃત્તિ અંતિમ ધ્યેય મેક્ષની દિશાથી વિપરીત જ હોય છે. જેમ દિક્યૂમવાળે મનુષ્ય પૂર્વને પશ્ચિમ માનીને ચાલ્યા જ કરે, પણ તે પોતાના ઇષ્ટ સ્થાનને પ્રાપ્ત નથી કરતો એવી સ્થિતિ આ મિથ્યાષ્ટિની છે.
(૨) સાસ્વાદન સમ્યગ્ગદષ્ટિઃ- આ ગુણસ્થાનમાં પ્રથમ ગુણસ્થાન કરતાં આત્મશુદ્ધિ થોડી વધારે છે તેથી જ તેને ગુણસ્થાનકમમાં બીજું ગણવામાં આવે છે; પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ ઉત્ક્રાંતિસ્થાન નથી. કારણ, આમા જ્યારે ઉત્ક્રાંતિ કરતે હેચ – વિકાસન્મુખ હેચ – ત્યારે આ ગુણસ્થાનમાં આવતો નથી; પણ જ્યારે આત્મા વિકાસના રાજમાર્ગથી એટલે કે ચતુર્થ આદિ ગુણસ્થાનથી શ્રુત થાય છે અને મથ્યાષ્ટિ જેવી તત્ત્વજ્ઞાનથી શૂન્ય દશામાં જવા માટે અધઃપતન કરતો હોય છે, ત્યારે તેની જે સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનની વચ્ચેની સ્થિતિ હોય છે, તે જ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ પ્રમાણે આ ગુણસ્થાનને પ્રથમ ગુણસ્થાનથી વિકાસોન્મુખ આત્મા નહીં પણ અન્ય ગુણસ્થાનોથી ભ્રષ્ટ થત આત્મા પ્રાપ્ત કરે છે. તેથી આને ઉત્ક્રાંતિસ્થાન ન જ કહી શકાય. અધ:પતન મેહના ઉદ્દેથી થાય છે. એટલે આ ગુણસ્થાન વખતે મોહની તીવ્ર કાષાયિક શક્તિને આવિર્ભાવ હોય છે. ખીર જેવું મીઠું ભોજન કર્યા પછી જ્યારે વમન થઈ તે બહાર નીકળી જાય છે, ત્યારે મોઢામાં એક પ્રકારનો વિલક્ષણ સ્વાદ એટલે કે ન તો અતિ મધુર અને ન તો અતિ – હોય છે; તે પ્રમાણે જ્યારે આત્મા ન તો તત્વજ્ઞાનની નિશ્ચિત ભૂમિકા ઉપર હોય અને ન તો તત્ત્વજ્ઞાનન્ય ભૂમિ ઉપર હોય, ત્યારે જે એક વિલક્ષણ અવસ્થા હોય છે, તે જ આ સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. આવી સ્થિતિ એાછામાં ઓછી એક સમયની અને વધારેમાં વધારે આવલિકા ( શ્વાસને એક અંશ) પથતિ સમજવી. ત્યાર પછી અવશ્ય મિથ્યાષ્ટિ થઈ જાય છે.
(૩) સમિથ્યાદષ્ટિ : સમ્યગ્દર્શન અને મિથ્યાદશનની મિશ્રિત અવસ્થામાં જ્યારે આમાં વિદ્યમાન હોય, ત્યારે સમ્યમિથ્યાષ્ટિ કહેવાય છે. આ અવસ્થામાં જીવ ન તો એકાંત સમ્યકત્વી અને ન તો એકાન્ત મિથ્યાત્વી હોય છે; પણ દેલાયમાન સ્થિતિમાં હોય છે. તેથી સંદેહદશા બની રહે છે. આ ત્રીજું ગુણસ્થાન ઉલ્કાન્તિસ્થાન પણ છે અને અપક્રાંતિનું સ્થાન પણ છે. કેઈ આત્મા મિથ્યાદર્શન છેડી સીધો આ અવસ્થામાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org