SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ જવામાં, જે એક ઇંદ્રિયવાળા, બે ઇંદ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયાવાળા, પાંચ ઇંદ્રિયવાળા જીવ મારાથી વિરાધિત (દુઃખી) થયા હોઈ, કચરાઈ ગયા હોય, ધૂળ વિગેરેમાં ઢંકાઈ ગયા હોય, કોઈ પ્રકારે મરડાઈ ગયા હોય, ભેગા કરાયા હોય, સ્પર્શ થઈ ગયો હોય, સતાવ્યા હોય, થકાવ્યા હોઈ અથવા જીવથી રહિત કયો હોય તો તે દોષથી નિવૃત્ત થવા ઈચ્છું છું. જીવના વિવિધ પ્રકારો છે : એકેન્દ્રિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય પ્રકારના જીવો, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિકાયજીવો; ત્રસ અને સ્થાવર જીવો. જેને કેવળ એકલી સ્પર્શ ઈન્દ્રિય છે, તે એકેન્દ્રીજીવ છે. જેને સ્પર્શ અને રસ – એ બે ઇન્દ્રિયો છે તે દ્વીન્દ્રિય જીવો છે. જેમ કે સાપ, કૃમિ, અળસિયા વગેરે. જેને સ્પર્શ, રસ અને ધ્રાણેન્દ્રિય એમ ત્રણ ઇન્દ્રિયો છે તે ત્રીન્દ્રિય જીવ છે. જેમ કે કીડી, મંકોડી, ચાંચડ, માકણ વગેરે . જેને સ્પર્શ, રસ, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયો છે, તે ચતુરિન્દ્રિય જીવ છે, જેમ કે, વીંછીં, પતંગ, તીડ, ભ્રમર વગેરે. જેને સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણ એ પાંચ ઇન્દ્રિયો છે, તે પંચેન્દ્રિય જીવો છે, જેમ કે, દેવ, મનુષ્ય, નારકી, તિર્યંચ, ગાય, ભેંસ, હંસ, સારસ વગેરે. દેવતાના ૧૯૮, નારકીના ૧૪, તિર્યંચના ૪૮ અને સર્વ મનુષ્યના ૩૦૩ ભેદ કહ્યા છે. આ બધું મળીને ૫૬૩ ભેદ થાય છે. પરમા ધાર્મિક, કલમસીયા, લોકાંતિક, ભુવનપતિ, વ્યંતર વગેરેના પર્યાપ્ત-અપર્યાપ્ત મળીને ૧૯૮ ભેદ થાય છે. નારકીના ૭ ભેદ-તે પર્યાપ્ત-અપર્યાપ્ત ગણીને ૧૪ ભેદ થાય. હવે પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિના સૂક્ષ્મ અને બાદરની દષ્ટિએ ૧૦ ભેદ થાય છે. અગિયારમો ભેદ તે સાધારણ વનસ્પતિ છે. એકેન્દ્રિય વગેરે અને સંમૂર્ણિમ આદિના મળીને ૨૪ ભેદ થાય છે. પર્યાપ્ત અને અપર્યાપ્તની દૃષ્ટિએ તે ૪૮ ભેદ થાય. હવે દેવતાના એક્સોને અઠાણું ભેદ કહે છે : પ્રથમ પરમાધામી પંદર, કે જેઓ પ્રથમના ચાર નરકમાં નારકીના જીવોને, ભાલા મારે, યંત્રમાં પીલે, વાઘ, સિહ વગેરેથી પીડા ઉપજાવે, કરવતથી વેરે, અગ્નિમાં નાંખે, પક્ષીઓ વગેરેની અણીદાર ચાંચોથી લોહી તથા માંસનું ભક્ષણ કરાવે વગેરે વેદનાઓ ઉપજાવે. દશ ભુવનપતિ. અસુરકુમાર ૧, નાગકુમાર રે, સુવર્ણકુમાર ૩, વિદ્યુતકુમાર ૪, અગ્નિકુમાર ૫, દીપકુમાર ૬, ઉદધિકુમાર ૭, દિશિકુમાર ૮, વાયુકુમાર ૯ અને સનતકુમાર ૧૦ જાણવા. - છપ્પન દિગકુમારીઓની જાતિ, તથા પદ્મદ્રહમાં રહેવાવાળી, શ્રીદેવી ૧, હી ૨, ધ્રુતિ ૩, કીર્તિ ૪, લક્ષ્મી ૫, બુદ્ધિ ૬ દેવીઓ ભુવનપતિની જાણવી. આઠ વ્યંતર-પિશાચ ૧, ભૂત ૨, યક્ષ ૩, રાક્ષસ ૪, કિન્નર ૫, ક્રિપુરુષ ૬, મહોરગ ૭ અને ગંધર્વ ૮-જાણવા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy