SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ષડાવશ્યક સૂત્ર અનુસાર બાલાવબોધનો આરંભ નમસ્કારમંત્રથી થયો છે. અરિહંત અર્થાત જેણે રાગ-દ્વેષ રૂપી અરિ એટલે કે વૈરી ઉપર વિજય મેળવ્યો છે તે. તે શ્વેતવર્ણવાળા અરિહંતને નમસ્કાર. જે એકત્રીસ ગુણ સહિત છે અને લોકના અગ્રસ્થાને પિસ્તાલીસ સલક્ષ યોજન પ્રમાણમાં ચરમ દેહ ધારણ કરીને રહે છે, સ્ફટિક રત્નમય શ્વેતવર્ણવાળા છે, અમૂર્ત જીવનજયોતિ સમાન છે, તે સિદ્ધપુરુષને નમસ્કાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર-આ પાંચ આચારનું પાલન કરે છે, સુવર્ણ વર્ણના છે તે આચાર્યને નમસ્કાર. જે દ્વાદશાંગ-આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વિપાકપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃતદશા, અણુત્તરોવવાઈ, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત અને દૃષ્ટિવાદનો અભ્યાસ કરનાર અને કરાવનાર, જ્ઞાનદર્શન-ચારિત્રથી જે યુક્ત છે તે ઉપાધ્યાયને નમસ્કાર. સમ્યફ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નોથી મોક્ષને સાધવાળાળા. સર્વ પ્રાણીઓ ઉપર સમભાવ રાખનાર, મોક્ષના અભિલાષી સર્વ જીવોને સહાયક થનાર તથા અઢી દ્વીપરૂપ લોકમાં રહેનાર, શીલાંગધારક, શ્યામવર્ણા, વિરકલ્પી, જિનકલ્પી સાધુઓને નમસ્કાર. પાંચ સંપદા અને પાંત્રીસ અક્ષરના મૂલમંત્ર, ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જે કાંઈ પાપકર્મ કર્યા હોય તેનો ક્ષય કરે છે. ત્રિદંડી શ્રાવક, ચંડિપિંગલું ચોર, હુંડક, યક્ષ વગેરેનાં દૃષ્ટાંત દ્વારા નવકારમંત્રનો પ્રભાવ જાણી શકાય છે. જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારની વંદના છે. હાથ જોડીને, પંચાંગ પ્રણામ કરવા તે જઘન્ય વંદના છે. જયવીયરાય વગેરે દ્વારા કરવામાં આવતી ચૈત્યવંદના મધ્યમ છે, અને શક્રસ્તવ દ્વારા કરવામાં આવતી ચૈત્યવંદના ઉત્કૃષ્ટ છે. શિષ્ય નમ્રભાવે ગુરુને વંદન કરીને ઈર્યાપથ સંબંધી દોષથી નિવૃત્ત થવા માટે યોગમુદ્રા કરીને કહે છે : “હે ક્ષમાશ્રમણ. હું ઈર્યાપથ સંબંધી વિરાધનાથી નિવૃત્ત થવા ઈચ્છું છું'. સ્વાધ્યાયાદિ નિમિત્તે ઉપાશ્રયમાંથી બહાર જવામાં અને પાછા ફરી ઉપાશ્રયે આવવામાં, પગ વિગેરેથી પ્રાણીઓના દબાઈ જવામાં, બીજ વગેરે દબાઈ જવામાં, વનસ્પતિના દબાઈ જવામાં, ઓસ, ઉત્તિગ (એક પ્રકારનું જીવડું.) પંચવર્ણ પનક (ફૂલણ), પાણી, માટી, મંકોડીની જાલ વિગેરેના કરચાઈ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy