________________
પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ
નમસ્કાર કર્યા છે. પોતાના ગુરુ પ્રવર ખરતરગચ્છના શ્રીમદ્ જિનભદ્રસૂરિ અને શ્રીમદૂજિનચંદ્રસૂરિને પણ નમસ્કાર કર્યા છે, અને તેમના આદેશ અનુસાર ષડાવશ્યક બાલાવબોધની રચના કરી હોવાનું વિધાન કર્યું છે. બાલાવબોધ :
મૂળ ગ્રંથના રહસ્યોદ્ઘાટન માટે તેના પર રચાયેલી વિવિધ વ્યાખ્યાઓ કે ટીકાઓનું અધ્યયન આવશ્યક છે. મૂળ ગ્રંથના ગૂઢ રહસ્યને અને તેની વિશેષતાઓને ફૂટ કરવા માટે વ્યાખ્યાત્મક સાહિત્ય રચવાની ભારતીય ગ્રંથકારોની પુરાણી પરંપરા છે. ગ્રંથકારના, અભિષ્ટ અર્થને પ્રગટ કરીને વ્યાખ્યાકાર તેને વાચકો માટે સુબોધ અને સુગ્રાહ્ય બનાવે છે.
પ્રાચીન જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું અતિ મહત્વપૂર્ણ સ્થાન છે. તેમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, સંસ્કૃત ટીકાઓ અને લોકભાષાઓમાં રચિત વ્યાખ્યાઓ- કે જે બાલાવબોધ નામે પ્રસિદ્ધ છે, તેનો સમાવેશ થાય છે.
મધ્યકાલીન સમયમાં મૂળ ગ્રંથ પર સંસ્કૃતમાં વ્યાખ્યા રચવાને બંદલે લોકભાષાઓમાં સરળ અને સુબોધ આગમિક વ્યાખ્યાઓ લખવાની પરંપરા શરુ થઈ. સાધારણ કક્ષાના પાઠકો પણ મૂળ સૂત્રોના અર્થ સહજ રીતે સમજી શકે તે હેતુથી અપભ્રંશ કે ત્યાર પછીની પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબોધ લખવાનો પ્રારંભ થયો.
મધ્યકાલીન જૈનસાહિત્યનો મોટો ભાગ તે બાલાવબોધ, સ્તબક કે ટબાને નામે ઓળખાતી ગદ્યરચનાઓનો છે. આ રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત કે કવચિત્ ગુજરાતી ભાષાના કોઈ મૂળ ગ્રંથના અનુવાદ, સમજૂતિ કે શબ્દાર્થ આપે છે. જૈન સૈદ્ધાત્તિક કે અન્ય સાંપ્રદાયિક કૃતિઓની સાથે જૈન યોગશાસ્ત્ર, આયુર્વેદ, ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રવિષયક કૃતિઓ પર પણ બાલાવબોધો રચાયા છે. જૈન સાધુઓની વ્યાપક જ્ઞાનસાધનાનો તેના દ્વારા પરિચય મળે છે. પડાવશ્યક કર્મ અને પ્રસ્તુત બાલાવબોધમાં તેનું નિરુપણ :
પડાવશ્યક અર્થાત્ છ પ્રકારના આવશ્યક કર્મ આ પ્રમાણે છે : પડાવશ્યક કર્મ :
જૈન આગમોમાં આવશ્યક છે કર્મ બતાવવામાં આવ્યા છે : (૧) સામાયિક (૨) સ્તવનું (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન (ત્યાગ).
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org