________________
૮૮
મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ
કર્મમલનો નાશ કરવાવાળા અને ચેષ્ટાવિશેષરૂપ ઉત્થાન, ભ્રમણાદિ રૂપ કર્મ, શરીર સામર્થ્યરૂપ બલ, જીવ સમ્બન્ધી વીર્ય, “હું આ કાર્યને સિદ્ધ કરીશ” એ પ્રમાણે અભિમાન વિશેષરૂપ પુરુષાકાર, તથા અભીષ્ટ સિદ્ધ કરવાની શક્તિવિશેષરૂપ પરાક્રમ, એ સર્વનો નાશ કરવાવાળી વૃદ્ધાવસ્થારૂપ જરા અને મરણનો નાશ કરવાવાળા, કેવલીઓમાં શ્રેષ્ઠ ઉપર કહેલા ચોવીસ તીર્થંકર છે તે, તથા “gિ' શબ્દથી મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ !
‘વિત્તિય' જુદા જુદા નામથી કીર્તિત, ‘વંચિ' મન, વચન અને કાયાથી સ્તુતિ કરાએલા. “દિય' જ્ઞાનાતિશય આદિ ગુણોના કારણે સર્વ પ્રાણીઓથી સન્માનિત, અથવા ઈન્દ્રાદિકોથી આદર પ્રશંસા પામેલા જે એ રાગ-દ્વેષ આદિ કલંકથી રહિત હોવાના કારણે ત્રણેય લોકમાં ઉત્તમ સિદ્ધ અર્થાત્ કૃતકૃત્ય છે તે મને આરોગ્ય - સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે જિનધર્મની રુચિ-રૂપ બોધિનો લાભ અને ઉત્તમોત્તમ સમાધિ આપો !
સકલ કર્મમલ દૂર થઈ જવાના કારણે ચન્દ્રથી પણ અત્યન્ત નિર્મલ, કેવલજ્ઞાનરૂપી આલોક (પ્રકાશ)થી સંપૂર્ણ લોકોલોકના પ્રકાશક હોવના કારણે સૂર્યથી પણ અધિક તેજવાળા, તથા અનેક અનુકૂળ પ્રતિકૂળ પરીષહો ઉપસર્ગોનાં સહન કરવાવાળા હોવાથી સ્વયંભૂમરણ સમુદ્રના સમાન સુંગંભીર સિદ્ધ ભગવાને મને સિદ્ધિ (મોક્ષ) આપો.
ઈતિ વાસસ્થાનક બાલાવબોધ.
હવે ધર્મ કહું છું. શ્રી સિદ્ધાંત - તેના આદિના કારણહાર વિહરમાણ તીર્થકર સ્વામીને નમસ્કાર કરું છું. તે ક્યાં ક્યાં છે? જંબુદ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરાવત-પાંચ મહાવિદેહક્ષેત્રે તીર્થકર દેવ છે.
હવે શ્રતધર્મનું સ્તવન કરું છું. જીવને કુમાર્ગે જતાં અટકાવે છે, તેથી સીમંધર કહે છે. તે સિદ્ધાંત તે અજ્ઞાનરૂપ તિમિરના પડળોને ભેટે છે. મોહરૂપી જાળને તોડનાર આગમને વંદન કરું છું. જાતિ-જરા-મરણ-શોકનો નાશ કરનાર, કલ્યાણકારી, મોક્ષદાયક ધર્મો સારમણિીમાં જાણીને તેના વિશે કોઈ પ્રમાદ કરે નહિ. તે ધર્મનો અપાર મહિમા છે. સંયમચારિત્રની વૃદ્ધિ કરનાર તેને દેવ, વિમાનવાસી, નાગ, ધરણેન્દ્રક આદિ સુવર્ણરૂપ કહે છે. તેનું પૂજન કરે છે. તેના દ્વારા અતીત, અનાગત, વર્તમાનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્થાવર, જંગમ, ઊર્ધ્વ, અપોલોક એ ત્રિલોક તથા મનુષ્ય, અસુર, દેવતા, તિર્યંચ એ સમગ્ર જગત તેને આધારે છે. જ્ઞાનવૃદ્ધિ કરનાર મહાવીરકથિત આગમસમુદ્ર અગાધ ઊંડો છે. જીવાજીવ, અહિંસા, જીવદયારૂપી અનેક નદીઓના સંગમ તેમાં થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org