________________
ઉત્તર
૭૮ પ્રશ્ન
ઉત્તર
વધારે થાત? ગુરૂ મહારાજ : એક ચામડાની ખાલી મશકને તોલી પછી વાયુ ભરી તોલીએ તો સ્થૂલ રીતે વાયુના ભાગનું વજન વધતું નથી. તેમ જીવનું પણ વજન અગુરુલઘુ સ્વભાવના કારણે વધતું નથી. પ્રદેશી રાજા : જીવ જોવાને માટે મેં અપરાધી ચોરના તલ તલ જેવડા કકડા કર્યા, તો પણ જીવ દેખાયો નહીં, જો જીવ હોય તો નીકળતા દેખાયો કેમ નહીં? ગુરૂ મહારાજ : અરણિના કાષ્ઠમાં અગ્નિ રહેલો છે, છતાં તલ તલ જેટલા ટુકડા કરો તો પણ દેખાશે નહીં. પણ તે પરસ્પર ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. તે શરીરમાં જીવ દેખાતો નથી પણ તેના કાર્યથી જીવ જાણી શકાય છે. પ્રદેશી રાજા : શરીરથી જીવ જુદો છે તો નીકળતો કે પેસતો દેખાતો કેમ નથી? ગુરૂ મહારાજ ઃ રૂપી એવો વાયુ વૃક્ષને કંપાવે છે તો, વાયુના કાર્યથી વાયુ દેખાતો નથી, છતાં જાણી શકીએ છીએ. તો અરૂપી એવો આત્મા ચર્મચક્ષુથી કેમ દેખાય? તે તો કેવલજ્ઞાનીના વચનથી અને જીવના કાર્યથી સમજી શકાય છે. પ્રદેશી રાજા શરીર અને જીવ બંને જુદા છે! તો હાથી મરીને કુંથુઓ થાય અને કુંથુઓ મરીને હાથી થાય, તે વખતે હાથીનો મોટો જીવ કુંથવાના નાના શરીરમાં શી રીતે સમાય? અને કુંથુવાનો નાનો જીવ હાથીના મોટા શરીરમાં ક્ય ઠેકાણે રહે? ગુરૂ મહારાજ : સર્વ જીવોના અસંખ્યાતા પ્રદેશ હોય છે અને તે જેવડું શરીર હોય તેટલા શરીરમાં તે સર્વત્ર વ્યાપીને
૭૯ પ્રશ્ર
ઉત્તર
૮૦ પ્રશ્ન
ઉત્તર
(૭૨)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org