________________
ઉત્તર
૭૫ પ્રશ્ર
ઉત્તર
રવર્ગ જવી જોઈએ. તેમને હું અત્યંત વલ્લભ હતો. તો તે અહીં આવી મને ધર્માર્ગ કેમ ન જોડે? ગુરૂ મહારાજ : હે રાજન! તમે સ્નાન કરી શૃંગાર સજી દેવપૂજા કરવા જતા હો, તે વખતે તમને કોઈ અશુચિ સ્થાનમાં બોલાવી બેસવાનું કહે તો તમે તેમ કરો ખરા? ના, તેમ સ્વર્ગમાં દિવ્ય શરીરને ધારણ કરનારા દેવો અશુચિ જેવા આ મનુષ્યલોકમાં ગાઢ કારણ વિના આવે નહીં. પ્રદેશ રાજા : એક ચોરને મેં લોઢાની મજબૂત કુંભમાં પૂર્યો અને વાયુનો પ્રચાર ન થાય તેમ મજબૂત રીતે બંધ કરી. કેટલેક કાળે જોતાં ચોર જીવરહિત હતો. તે જીવ કુંભીને છિદ્ર પાડ્યા વિના શી રીતે બહાર નીકળ્યો? ગુરૂ મહારાજ વાયુ પણ પ્રચાર કરી શકે નહિ એવું શિખરના આકારનું ગૃહ હોય, કોઈ તેમાં રહી બરાબર બંધ કરી શંખ વગાડે તો ગૃહમાં છિદ્ર પડ્યા વિના રૂપી એવો શબ્દ બહાર નીકળી શકે છે. તેમ અરૂપી એવો આત્મા પણ છિદ્ર પાડ્યા વિના બહાર નીકળી શકે છે. પ્રદેશ રાજા : એક ચોરનું શબ કુંભમાં બધી બાજુ બંધ કરી નાંખ્યું. કેટલેક કાળે તે કુંભમાં જોયું તો શબમાં ઘણા કીડા પડ્યા હતા. છિદ્ર વિનાની કુંભમાં જીવો શી રીતે પેઠા? ગુરૂ મહારાજ એક લોઢાનો ગોળો અગ્નિમાં તપાવીએ તો તે ગોળાને છિદ્ર નહીં છતાં તેની અંદર જેમ અગ્નિ પ્રવેશ છે તેમ જીવ પણ કુંભીની અંદર જઈ શકે છે અને નીકળી શકે છે. એક ચોરને મેં જીવતો તોલી પછી તરત તેને મારી નાખીને જોખ્યો. તો સરખું વજન થયું. જો જીવ હોય તો જીવનું વજન
૭૬ પ્રશ્ન
ઉત્તર
૭૭ પ્રશ્ર
છ
)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org