SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ રાજદેય ભાગને પાયાસી રાજા ભોગવે છે એ હકીકત આવે છે. એટલે આ આગમની કોઈ પ્રાચીન વાચનામાં પ્રસેનજિતનો ઉલ્લેખ આવતો હશે તે જોઈને કે એવી પરંપરા છે એમ જાણીને “રાજપ્રસેનજિત” કે “રાજપ્રસેનીય’ જેવું એનું નામ યોજાયું હોય એવી કલ્પના કરાય છે. - રાયપાસેણી સૂત્રનું આચાર્ય શ્રી મલયગિરિનું વિવરણ સંસ્કૃતમાં છે તેનો અનુવાદ પ્રગટ થયેલ છે તે ઉપરથી કેશી – પ્રદેશના પ્રશ્નોત્તરની નોંધ કરવામાં આવી છે. આ અંગેની વિસ્તૃત માહિતી રાયપણેણીસૂત્ર ભાષાંતરની પ્રતના પાન નં. ૧૧૬થી પ્રાપ્ત થશે તો જિજ્ઞાસુ આત્માઓએ મૂળ પ્રતનો અભ્યાસ કરવા ભલામણ છે. - રાયપરોણી સૂત્ર પ્રશ્નોત્તરથી કેશી ગણધરને પ્રદેશી રાજાએ પૂછેલા પ્રશ્નો. નાસ્તિક એવા પ્રદેશ રાજાને જૈનધર્મી ચિત્ર નામે મંત્રી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સંતાનીય કેશી ગણધર પાસે યુક્તિથી લાવે છે ત્યારે પ્રદેશ રાજા આસ્તિક બની જૈનધર્મ પાળી આરાધના કરી વિષમ પરિસ્થિતિમાં પણ સમભાવ રાખી સ્વર્ગે જાય છે. ૭૩ પ્રશ્ર પ્રદેશ રાજા : હે ગુરૂમહારાજ, મારા દાદા અધર્મી હતા, તે તમારે મને નરકમાં જવા જોઈએ. તેઓને મારી ઉપર ઘણો રાગ હતો. તો તે મને આવીને પાપ કરવાનો નિષેધ કેમ ન કરે? ગુરૂ મહારાજ : હે રાજન! તમારી રાણી સાથે દુરાચાર કરતા કોઈ પુરૂષને તમે જુઓ તો તમે તેને દેહાંત દંડની શિક્ષા કરો ત્યારે તે કદાચ પોતાના કુટુંબને ઉપદેશ આપવા જવા ઈચ્છે તો તમો તેને જવાની રજા આપો ખરા! તેમ નારકીના જીવો પરાધીન હોવાથી આવવાની ઈચ્છા હોય તો પણ અહીં આવી શકતા નથી. ૭૪ પ્રશ્ર પ્રદેશ રાજા : મારી દાદીમા જૈન ધર્મી હતા. તે તમારા મતે ઉત્તર (૭૦) ૭૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy